સૂકો બરફ વજનમાં ભારે હોય છે, જાણો આવું શા માટે? - Sandesh
  • Home
  • Kids Corner
  • સૂકો બરફ વજનમાં ભારે હોય છે, જાણો આવું શા માટે?

સૂકો બરફ વજનમાં ભારે હોય છે, જાણો આવું શા માટે?

 | 8:43 pm IST

નોલેજ ઝોન

રોજબરોજની જિંદગીમાં આપણે જે બરફ જોઈએ છીએ અને વાપરીએ છીએ એ બરફ પાણીથી બને છે. જ્યારે કે સૂકો બરફ કાર્બન ડાયોક્સાઇડથી બનાવવામાં આવે છે. કાર્બન ડાયોક્સાઇડને જ્યારે સામાન્ય દબાણની સ્થિતિ કરતાં પાંચ ગણું વધારે દબાણ આપવામાં આવે છે ત્યારે વધુ પડતા દબાણના કારણે ગેસ સંકોચાઈ જાય છે.

વધુ પડતું સંકોચાવાના કારણે એ પોલું ન રહેતાં એકદમ નક્કર અને કઠણ બની જાય છે અને એના કારણે જ એ ઠંડું પણ વધારે હોય છે. આ સૂકા બરફનું તાપમાન લગભગ ૭૮.૫ ફેરનહિટ હોય છે. સામાન્ય બરફ જેમ પીગળીને પાણી બની જાય છે એમ આ સૂકો બરફ પીગળીને પાણી નથી બનતું બલકે એ સીધો ગેસ બનીને ઊડી જાય છે. કઠણ સ્થિતિમાં એ કેકના ટુકડા જેવો હોય છે. બહારના વાતાવરણમાં લાવવાથી એ ગેસ બની જાય છે. આ બરફનો ઘણી બધી જગ્યાએ ઉપયોગ કરવામાં આવે છે. માંસ, માછલી અને બીજી જલદી ખરાબ થવાવાળી વસ્તુઓને સૂકા બરફમાં મૂકીને પાણીનાં જહાજો મારફત દૂરના દેશોમાં મોકલવામાં આવે છે. ઓરડાઓને ઠંડા રાખવા માટે પણ આ બરફ ખૂબ ઉપયોગી છે. નીચું તાપમાન પેદા કરવા માટે વૈજ્ઞાનિકો એનો શોધખોળનાં કામોમાં ઉપયોગ કરે છે. સૂકો બરફ વજનમાં ભારે હોય છે.