ઝટપટ નોંધી લો તમે પણ ઘરે ‘ડ્રાય મન્ચુરીયન’ બનાવવાની રીત

6780

સામગ્રી
1 ઝીણી સમારેલી કોબી
1-2 સ્લાઈસ કરેલી ડુંગળી
2 ઝીણું છીણેલ ગાજર
3-4 ઝીણું સમારેલ કેપ્સીકમ
10-12 કળી ઝીણું સમારેલુ લસણ
2 ચમચી છીણેલુ આદુ
1/4 કપ મેંદો
1/2 ટેબલ સ્પૂન સોયાસોસ
1 કપ કોર્નફ્લોર
1 ટેબલ સ્પૂન તેલ
1/2 ટેબલ સ્પૂન મરી પાવડર
1 ટેબલ સ્પૂન વિનેગર
2 ટેબલ સ્પૂન ટોમેટો કેચપ
ઝીણી સમારેલી લીલી ડુંગળીનાં પાન
મીઠુ

બનાવવાની રીત

  • સૌ પ્રથમ એક બાઉલમાં મેંદો, કોર્નફલોરનો લોટ લઈ તેમાં કોબી, ગાજર, કેપ્સીકમ ઉમેરી મરી પાવડર, મીઠુ નાખી બરાબર મિક્સ કરો. હવે તેમાં જરૂર મુજબ પાણી ઉમેરી, નાની સાઇઝના બોલ્સ તૈયાર કરવા.
  • તેલ ગરમ થાય એટલે ગોલ્ડન બ્રાઉન કલરનાં તળી લેવા.
  • એક કપમાં કોર્નફ્લોર પાણીમાં મિક્સ કરી બાજુ પર રાખવો.
  • હવે એક પેનમાં તેલ લઈ તેમાં આદુ લસણની પેસ્ટ ઉમેરી, પછી ઝીણી સમારેલ કોબી, કેપ્સીકમ અને કાંદાની સ્લાઇઝ ઉમેરી સાતળી લેવા.
  • તેમાં કોર્નફ્લોરની સ્લરી, ટોમેટો કેચપ, વિનેગર, સોયાસોસ, આજીનોમોટો, મરી પાવડર ઉમેરી મિક્સ કરવું.
  • પછી તેમાં મન્ચુરીયન બોલ્સ ઉમેરી બરાબર હલાવી લઈ તેને સહેજવાર કૂક કરી ગેસ બંધ કરી દેવો.
  • સર્વિંગ પ્લેટમાં મન્ચુરીયન લઈ લીલી ડુંગળીનાં પાન, કેપ્સીકમની સ્લાઇઝ, કોથમીર નાખી ગાર્નીશ કરો.
  • તો તૈયાર છે બધાનું ફેવરિટ ‘ડ્રાય મન્ચુરીયન’.