Dry skin due to skin irritants, Open Pores try home remedies
  • Home
  • Fashion & Beauty
  • ત્વચાના રોમછિદ્રના કારણે ત્વચા થઇ ગઇ છે ઢીલી, તો અજમાવો ઘરેલું ટિપ્સ

ત્વચાના રોમછિદ્રના કારણે ત્વચા થઇ ગઇ છે ઢીલી, તો અજમાવો ઘરેલું ટિપ્સ

 | 9:52 am IST

ખાસ કરીને ઘણા લોકોના ચહેરા પર ખાડા જોવા મળે છે. જે ખીલનું કારણ બને છે. જેનાથી તમારી સુંદરતા ઓછી થઇ જાય છે. એવું એટલા માટે થાય છે કારણકે તેમની ત્વચાના રોમછિદ્રોનો આકાર મોટો થાય છે. જેનાથી તમારો ચહેરો ખરાબ લાગે છે. પરંતુ તેના માટે તમે કઇપણ કરી શકતા નથી. જો તમારા પણ રોમછિદ્ર ખુલ્લા છે તો આ સમસ્યાને તમે સહેલાઇથી દૂર કરી શકો છો. ખુલ્લા રોમછિદ્રોથી ત્વચા ઢીલી, અસ્વસ્થ અને બેજાન દેખાય છે. પરંતુ તેના માટે તમે કેટલાક ઘરેલું નુસખા અપનાવી શકો છો. તો આવો જોઇએ કેટલાક સહેલા નુસખા..

મધ

મધને સ્વાસ્થ્યથી લઇને ત્વચા માટે ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે. તો તમે મધ, ખાંડ અને લીંબુનો રસ બરાબર મિક્સ કરી લો. આ પેસ્ટથી ચહેરા પર મસાજ કરો. તે સૂકાઇ ગયા બાદ 30 મિનિટ બાદ નવશેકા પાણીથી ચહેરાને ધોઇ લો.

એગ

રોમછિદ્રને દૂર કરવા માટે લીંબુ તેમજ ઇંડાના સફેદ ભાગ મળીને અઠવાડિયામાં એક-બે વખત પ્રયોગ કરો. તેનાથી રોમછિદ્ર સાફ તેમજ નિયંત્રણમાં રહેશે.

ગુલાબજળ

જેની ત્વચા તૈલીય એટલે ઓઇલી હોય છે. તે પોર્સ બંધ કરવા માટે અને ચહેરાથી વધારે તેલ દૂર કરવા માટે કાથામાં ગુલાબજળ મિક્સ કરીને લગાવી શકો છો. રોમછિદ્ર બંધ થઇ જશે.

દહીં

બે મોટી ચમચી દહીંને ફેટી લો. તેને ચહેરા પર લગાવીને 15-20 મિનિટ માટે રાખી લો. તે બાદ નવશેકા પાણીથી ચહેરાને ધોઇ લો. થોડાક દિવસમાં પોર્સ બંધ થઇ જશે અને ચહેરો સુંદર લાગશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન