ભારતના યુઝર્સને નહીં મળશે ડ્યૂલ સિમવાળો iphone! - Sandesh
  • Home
  • Technology
  • ભારતના યુઝર્સને નહીં મળશે ડ્યૂલ સિમવાળો iphone!

ભારતના યુઝર્સને નહીં મળશે ડ્યૂલ સિમવાળો iphone!

 | 8:43 pm IST

આ વર્ષે સપ્ટેમ્બરમાં અમેરિકન કંપની તેના ત્રણ આઇફોન્સને લોન્ચ કરવા જઇ રહી છે. લોન્ચથી પહેલા આ ત્રણેય આઈફોનને લઈને કેટલીક જાણકારીઓ સામે આવી છે, જેમાં આઇફોનના ડ્યૂલ સિમથી જોડાયેલી માહિતીઓ પણ સામેલ છે. તેમજ એક નવી રિપોર્ટ અનુસાર કંપની તેનો પહેલો ડ્યૂલ સિમવાળો સ્માર્ટફોન ફક્ત ચાઇનામાં જ લોન્ચ કરશે, એટલે ભારતમાં આ ફોનને લોન્ચ કરવામાં આવશે નહીં. જોકે, હજુ સુધી એપલએ તે વિશે સત્તાવાર જાહેરાત કરી નથી.

જણાવવમાં આવી રહ્યું છે કે, કંપની 2018 સીરીઝમાં આ વખતે OLED સ્ક્રીન સાથે 6.5 ઇંચ મૉડલ, 5.8 ઇંચ સ્ક્રીન મૉડલ અને LCD સ્ક્રીન સાથે 6.1 ઇંચ વાળો આઇફોન લોન્ચ કરી શકે છે. જેમાં 6.1 ઇંચનો આઇફોન ડ્યૂલ સિમ ફીચર સાથે આવશે. આ એક બજેટ આઈફોન થઈ શકે છે.

તમને જણાવી દઇએ કે, હાલમાં જ આઈઓએસ 12નો 5મો વીટા વર્ઝન લીક થયો હતો જેના અનુસાર આઇફોન x પ્લસમાં 6.5 ઇંચની ડિસ્પ્લે હશે જેનો રિઝોલ્યુશન 2688×1242 pxl હશે. પણ ત્રણેય આઇફોન વિશે સંપૂર્ણ માહિતી તો તે લોન્ચ થશે તે પછી જ સામે આવશે.