Dubai-based 11 year old Indian girl Samridhi Kalia breaks world record in yoga
  • Home
  • Featured
  • દુબઇ: ભારતીય દીકરીએ યોગાસનમાં સર્જયો વિશ્વ રેકોર્ડ, મિનિટોમાં કર્યા 100 આસન

દુબઇ: ભારતીય દીકરીએ યોગાસનમાં સર્જયો વિશ્વ રેકોર્ડ, મિનિટોમાં કર્યા 100 આસન

 | 10:34 am IST

દુબઇમાં રહેતી એક ભારતીય દીકરીએ સીમિત જગ્યામાં થોડીક જ મિનિટની અંદર યોગના 100 આસન કરીને વર્લ્ડ રેકોર્ડ તોડી નાંખ્યો. ખલીજ ટાઇમ્સના સમાચાર પ્રમાણે 11 વર્ષની સમૃદ્ધિ કાલિયાએ ત્રીજી વખત વર્લ્ડ રેકોર્ડ પોતાના નામે સ્થાપિત કર્યો છે.

એક મહિનાની અંદર બીજી વખત રચ્યો કીર્તિમાન

સમૃદ્ધિ કાલિયાએ છેલ્લાં એક મહિનાની અંદર જ બીજી વખત વિશ્વ કીર્તિમાન સ્થાપિત કર્યો છે. ગોલ્ડન હબુક વર્લ્ડ રેકોર્ડના ‘સીમિત જગ્યા’માં સૌથી ઝડપથી યોગના 100 આસન કરવાને લઇ કાલિયાએ કહ્યું કે તેની સફળતાનું કારણ કઠિન પરિશ્રમ અને દ્રઢતા છે.

બુર્જ ખલીફા પર યોગાસનની પ્રસ્તુતિ આપી

સાતમા ધોરણની વિદ્યાર્થીનીએ પ્રખ્યાત બિલ્ડિંગ બુર્જ ખલીફામાં યોગાસનની પ્રસ્તુતિ કરી હતી. આની પહેલાં 21 જૂનના રોજ વિશ્વ યોગ દિવસના અવસર પર સમૃદ્ધિએ એક મિનિટમાં 40 ઉન્નત યોગ આસન કરીને પોતાનો બીજો વિશ્વ રેકોર્ડ બનાવ્યો હતો.

6 વર્ષની ઉંમરથી શીખે છે યોગ

પિતા સિદ્ધાર્થ કાલિયાએ કહ્યું કે સમૃદ્ધ છ વર્ષની ઉંમરથી જ યોગ શીખી રહી છે. આ ક્ષેત્રમાં તેની પસંદગી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય હરિફાઇમાં પણ જીત પ્રાપ્ત કરવામાં મદદગાર બની રહી છે.

આ વીડિયો પણ જુઓ : સુરતથી ઈન્ટરનેશનલ ફ્લાઈટ શરૂ થશે

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન