UAEમાં રહેતા ભારતીય બાળકના હુન્નરને જોઇ PM મોદી પણ ફિદા, લખ્યો ખાસ પત્ર

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi)ની પેઇન્ટિંગ બનાવનાર UAEમાં રહેતા કિશોરનો એ સમયે ખુશીનો પાર ના રહ્યો જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની તરફથી તેમને હાર્દિક ધન્યવાદનો પત્ર મળ્યો. એક રિપોર્ટ પ્રમાણે દુબઇમાં નવમા ધોરણમાં અભ્યાસ કરતાં સરન શશિકુમાર (Saran Sasikumar) એ ગણતંત્ર દિવસના અવસર પર PM મોદીની છે લેયરવાળી સ્ટેંસિલ તસવીર (Stencil Portrait) બનાવી હતી.
શશિકુમારનો પરિવાર હાલ દુબઇ (Dubai)માં રહે છે પરંતુ તેઓ મૂળ કેરળ (Keral)ના છે. તેમણે આ તસવીર જાન્યુઆરી મહિનામાં દુબઇના પ્રવાસ પર ગયેલા સંસદીય બાબતોના મંત્રી વી.મુરલીધરન દ્વારા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સુધી પહોંચાડી હતી.
Thanks a million to honourable @PMOIndia Shri @narendramodi for his kind words in this letter appreciating my painting . This is a big motivation and source of inspiration for budding artists like me . Many thanks to @MOS_MEA & @cgidubai for helping my painting reach @PMOIndia pic.twitter.com/KL8MOUnyfK
— Saran Sasikumar (@SaranSasikumar2) February 21, 2021
પત્રમાં પીએમ મોદીએ લખ્યું કે કળા આપણા અંતરાત્મા વિચારો અને ભાવનાઓને વ્યકત કરવાનું અને આપણી કલ્પનાઓને રચનાત્મકતાથી જોડનાર એક અસરકારક માધ્યમ છે. તમારા દ્વારા બનાવામાં આવેલી તસવીર પેઇન્ટિંગના પ્રત્યે તમારી અતૂટ પ્રતિબદ્ધતા અને સમર્પણની સાથો સાથ રાષ્ટ્રના પ્રત્યે તમારો પ્રેમ અને સ્નેહને પણ દર્શાવે છે.
Happy republic day to our beloved country @chandra007 @OfficeofJPNadda @MOS_MEA pic.twitter.com/4t7a4Xdfv4
— Saran Sasikumar (@SaranSasikumar2) January 25, 2021
‘મને વિશ્વાસ છે કે તમે તમારા કલાત્મક કૌશલને આવનારા વર્ષોમાં ઉત્કૃષ્ટતાના ઉચ્ચ સ્તર સુધી લઇ જશો. તમે બીજા પણ સુંદર ચિત્રો બનાવાનું ચાલુ રાખો અને સાથો સાથ અકાદમિક ક્ષેત્રમાં ઉંચાઇઓને આંબો. એક ઉજ્જવળ અને સફળ ભવિષ્ય માટે શુભકામનાઓ.’ પીએમ મોદીના હસ્તાક્ષરવાળા પત્રની તસવીર શશિકુમારે પોતાના ટ્વિટર એકાઉન્ટ પર પોસ્ટ કરી છે.
પત્રના જવાબમાં શશિકુમારે ટ્વિટર પર લખ્યું છે કે મારા પેઇન્ટિંગના વખાણ કરવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો આભાર. આ મારા જેવા ઉભરતા કલાકારો માટે એક પ્રેરણા અને પ્રેરણાનો સ્ત્રોત છે.
આ વીડિયો પણ જુઓ : અમદાવાદના થલતેજ વોર્ડમાં ભાજપની જીત
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન