Dubai Bus Crash: 11 Indian Victim bodies of flown to India
  • Home
  • Featured
  • દુબઈ: બસ અકસ્માતમાં 11 ભારતીયોના મૃતદેહ ભારત લવાયા, એકનો UAEમાં અંતિમ સંસ્કાર

દુબઈ: બસ અકસ્માતમાં 11 ભારતીયોના મૃતદેહ ભારત લવાયા, એકનો UAEમાં અંતિમ સંસ્કાર

 | 3:51 pm IST

દુબઈમાં થયેલ ભયંકર બસ અકસ્માતમાં 12 ભારતીયોના મોત થયા હતા. જેમાંથી 11ના મૃતદેહને રવિવારે ભારત લાવવામાં આવ્યા છે. 22 વર્ષના એક અન્ય ભારતીયના દુબઈ ખાડી અમીરાતમાં જ અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા. ઓમાનથી દુબઈ જઈ રહી બસ ગુરુવારે ખોટી લેનમાં જવાના કારણે એક પોલ સાથે અથડાઈ ગઈ હતી. જેના કારણે મોટી દુર્ઘટના સર્જાઈ હતી. આ હાદસામાં 12 ભારતીય નાગરિકો સહિત કુલ 17 લોકોના મોત થયા છે.

મીડિયા રિપોર્ટ મુજબ બસમાં સવાર મુસાફરોમાં મોટાભાગે ઈદની ઉજવણી નિમિત્તે ઓમાનથી સંયક્ત અરબ અમીરાત(યૂએઈ) જઈ રહ્યા હતા. મીડિયા સૂત્રો મુજબ અંતિમ ત્રણ મૃતદેહને એર ઈન્ડિયાના વિમાનથી મુંબઈ મોકલવામાં આવ્યા છે. આ સાથે કુલ 11 મૃતદેહને ભારત લાવવાનું કામ પૂર્ણ થયું છે. એરલાઈન કંપનીના એક અધિકારીએ જણાવ્યું કે બધા મૃતદેહને નિર્ધારિત કાર્યક્રમ અનુસાર ભારત લાવવાનું કામ પૂર્ણ થયું છે.

રિપોર્ટ પ્રમાણે દુબઈ પોલીસે આ ઘટનામાં ઓમાની બસ ચાલકને દોષિત ઠેરવ્યો છે. તેને પણ સામાન્ય ઈજા થઈ છે. વિદેશ મંત્રી એસ જયશંકરે મૃતકોના પરિજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. તેમણે એક ટ્વિટમાં કહ્યું કે,“દુબઈમાં થયેલી દુર્ભાગ્યપૂર્ણ બસ દુર્ઘટનાથી ખુબ દુ:ખ થયું છે. પરિજનો પ્રત્યે મારી ઊંડી શોક સંવેદનાઓ.”

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન