દુબઈ ક્રેશ લેન્ડિંગમાં બચનાર ભારતીયને લાગી 10 લાખ ડોલરની લોટરી !!!! - Sandesh
  • Home
  • NRI
  • દુબઈ ક્રેશ લેન્ડિંગમાં બચનાર ભારતીયને લાગી 10 લાખ ડોલરની લોટરી !!!!

દુબઈ ક્રેશ લેન્ડિંગમાં બચનાર ભારતીયને લાગી 10 લાખ ડોલરની લોટરી !!!!

 | 5:02 pm IST

થોડા દિવસ અગાઉ અમિરાત ફલાઇટનું EK521નું દુબઈમાં ક્રેશ લેન્ડિંગ થયું હતું. આ દુર્ઘટનામાંથી બચી ગયેલા 62 વર્ષના ભારતીય મૂળના એક પુરુષને એ ઘટનાના માત્ર 6 દિવસ પછી 10 લાખ ડોલર(આશરે 6 કરોડ 68 લાખ રૂપિયા)ની લોટરી લાગી હતી. જે સાથે જ કેરળનો મૂળ નિવાસી મુહમ્મદ બશીર ફરીવાર નસીબદાર સાબિત થયો હતો. ગયા બુધવારે જ અમિરાતની ફલાઇટના 282 મુસાફરોમાં બશીરનો પણ સમાવેશ થયો હતો જેઓ વિમાનમાં  વિસ્ફોટ થયાની થોડી મિનિટો પહેલા જ વિમાનમાંથી નીકળ્યા હતા.

05

મુહમ્મદ બશીરે દુબઇ આંતરરાષ્ટ્રીય  એરપોર્ટની એક ડયુટી ફ્રી મિલેનિયમ દુકાનમાંથી 0845 નંબરની એક ટિકિટ ખરીદી હતી. આ ટિકિટને 10 લાખ ડોલરનું ઇનામ લાગ્યું હતું. મુહમ્મદ બશીર પોતાના પરિવાર સાથે ઈદના દિવસે વેકેશન મનાવવા થિરુવનંતપુરમ જઇ રહ્યા હતા ત્યારે તેમણે આ ટિકિટ ખરીદી હતી. દુબઇમાં એક કાર ડીલરને ત્યાં વહીવટી વિભાગમાં નોકરી કરતાં મુહમ્મદ બશીરની ટેવ છે કે  જ્યારે પણ પોતાના વતન જાય છે ત્યારે એક ટિકિટ જરૂર ખરીદે છે.

06

માત્ર ચાર મહિના પહેલાં જ એણે ખરીદેલી 17મી ટિકિટ એના માટે લકી સાબિત થઇ હતી, આમ પણ હવે એ ડિસેમ્બર મહિનામાં નિવૃત્ત થવાનો છે. મુહમ્મદ બશીરે કહ્યું કે, હું છેલ્લા 37 વર્ષોથી દુબઇમાં કામ કરૂ છું અને મને હંમેશા એવું જ લાગતું કે આ જ મારું ઘર છે. મારું જીવન ખુબ સાદુ છે અને હવે મને લાગે છે કે મારે નિવૃત્તિ લઇ લેવી જોઇએ. જ્યારે હું વિમાનના ક્રેશ થવાની ઘટનામાંથી બચી ગયો ત્યારે મને લાગ્યું હતું કે અલ્લાહે મને નવજીવન આપ્યું છે અને ત્યાર પછી મને આ લોટરી લાગી.

બશીરની ઇચ્છા નિવૃત્તિ પછી ભારત પાછા ફરવાની છે અને ભારત જઇને લોકસેવા સાથે જોડાઇ રહેવા ઇચ્છે છે. બશીરે સાથે જણાવ્યું કે, મારી સેલરી મહિને 8 હજાર દિરહામ(1.45 લાખ રૂપિયા) હતી. જેમાં મારા 21 વર્ષીય પુત્રની સારવાર માટે મારે ઘણા પૈસા ખર્ચ થયા છે. જ્યારે તે 13 દિવસનો હતો, ત્યારે એક અકસ્માતના કારણે તેને પેરાલિસિસ થઈ ગયો હતો. થોડા વર્ષ પહેલા મેં 18 લાખની લોન લઈને તેની એક સર્જરી કરાવી હતી. પરંતુ હવે બધુ ચૂકતે કરી દઈશ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન