Dubai Police Arrest Pakistani Citizen over Gujarati Hiren Adhiya Case
  • Home
  • Ahmedabad
  • દુબઈના પોશ વિસ્તારમાં રહેતાં ગુજરાતી પતિ-પત્નીની પાકિસ્તાનીએ કરી કરપીણ હત્યા

દુબઈના પોશ વિસ્તારમાં રહેતાં ગુજરાતી પતિ-પત્નીની પાકિસ્તાનીએ કરી કરપીણ હત્યા

 | 3:10 pm IST

દુબઈના પોશ વિસ્તારમાં રહેતાં એક ગુજરાતી પતિ-પત્નીની પાકિસ્તાનીએ લૂંટના ઈરાદે ઘરમાં ઘૂસીને કરપીણ હત્યા કરી દીધી છે. યુવક દુબઈની મોટી ઓઈલ કંપનીમાં ડિરેક્ટર હતો. અને દુબઈના પોશ વિસ્તાર અરેબિયન રેન્ચિસમાં રહેતો હતો. પાકિસ્તાનીના હુમલામાં પતિ-પત્નીની એક દીકરી પણ લોહીલુહાણ થઈ હતી. જો કે, દીકરીએ આરોપીને ઓળખી કાઢતાં પોલીસે પાકિસ્તાની હત્યારાની ધરપકડ કરી છે.

અંદાજે 40 વર્ષીય હિરેન અઢીયા પોતાની પત્ની વિધિ તેમજ 18 વર્ષીય દીકરી અને 13 વર્ષીય પુત્ર સાથે દુબઈના પોશ વિસ્તાર અરેબિયન રેન્ચિસમાં રહેતો હતો. તે દુબઈની મોટી ઓઈલ કંપનીમાં ડિરેક્ટર તરીકે ફરજ બજાવતો હતો. જેને કારણે તેની પાસે અઢળક પૈસો હતો. 18 જૂનની રાત્રે જ્યારે હિરેન અને પરિવાર ઊંઘમાં હતા તે સમયે એક પાકિસ્તાની યુવક ચોરીના ઈરાદે ઘરમાં ઘૂસ્યો હતો.

પાકિસ્તાની યુવકે હિરેનના બેડરૂમમાં ઘૂસીને તેના પર્સમાંથી ચોરી કરી હતી. અને તે બીજી કિંમતી વસ્તુઓનો ચોરી કરી રહ્યો હતો ત્યારે અવાજ આવતાં હિરેન જાગી ગયો હતો. ચોરને જોતાં જ હિરેને તેને પડકાર્યો હતો. જેને કારણે પાકિસ્તાની યુવકે પોતાની પાસે રહેલ ચાકૂ વડે હિરેન પર હુમલો કરી દીધો હતો. આ વખતે હિરેનની પત્ની પણ જાગી ગઈ હતી. ચોરે તેના ઉપર પણ જીવલેણ હુમલો કર્યો હતો.

હિરેન અને વિધિની ચીસો સાંભળીને આરોપી ઉપરના માળ તરફ ભાગ્યો હતો. અહીં દંપતીની દીકરીએ તેને અટકાવવો પ્રયત્ન કર્યો હતો. દરમિયાન તેણે છોકરી પણ હુમલો કરી દીધો હતો. જેમાં તેને ઈજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. પુત્રીએ જ પોલીસને ફોન કરીને ઘટનાની જાણકારી આપી હતી. જ્યારે હિરેન અને વિધિનું મોત નિપજ્યું હતું.

હિરેનની દીકરીએ આરોપીની ઓળખ કરી લીધી હતી. જે બાદ પોલીસે પાકિસ્તાની નાગરિકની ધરપકડ કરી હતી. આરોપી હત્યારો બે વર્ષ પહેલાં મેઈન્ટેન્નસનાં કામ માટે હિરેનનાં ઘરે આવ્યો હતો. અને તે સમયે હિરેનની જાહોજલાલી જોઈ તે અચંબિત રહી ગયો હતો. જો કે હાલ તે બેરોજગાર હતો. અને હિરેન પાસે મબલખ રૂપિયો હોવાનું જાણતાં તેણે હિરેનનાં ઘરમાં લૂંટનું ષડયંત્ર રચ્યું હતું.

આ વીડિયો પણ જુઓઃ રાજ્યમાં ઓટોરિક્ષા ચાલકોએ કર્યું ઉલ્લંધન

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન