દુબઈના શાસકની રાજકુમારી પત્નીના તેના જ બોડીગાર્ડ સાથે સંબંધો, આ રીતે કરાવ્યું મોં બંધ - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • દુબઈના શાસકની રાજકુમારી પત્નીના તેના જ બોડીગાર્ડ સાથે સંબંધો, આ રીતે કરાવ્યું મોં બંધ

દુબઈના શાસકની રાજકુમારી પત્નીના તેના જ બોડીગાર્ડ સાથે સંબંધો, આ રીતે કરાવ્યું મોં બંધ

 | 3:57 pm IST
  • Share

દુબઈના શાસક (Dubai Prince) મોહમ્મદ બિન રાશિદ આ મકતૂમ (Sheikh Mohammed bin Rashid al-Maktoum) ની રાજકુમારી પત્નીનું પોતાના બોર્ડીગાર્ડ સાથે જ અફેર ચાલી રહ્યું હતું. રાજકુમારી હયા (Princess Haya)એ બોડીગાર્ડ (Bodygourd) ને પોતાના સબંધો વિષે ચુપ રહેવા માટે લગભગ 12 કરોડ રૂપિયા આપ્યા હતાં. બ્રિટનની કોર્ટ(UK Court) માં ચાલી રહેલી સુનાવણીના આધારે આ દાવો કરવામાં આવ્યો છે.

દુબઈના શાસકે રાજકુમારી હયા (Princess Haya) ને કોઈ જ જાણકારી આપ્યા વગર જ શરિયા કાયદા (Shariya Law) અંતર્ગત ફેબ્રુઆરી 2019માં તલાક આપી દીધા હતાં. 

અહેવાલ પ્રમાણે રાજકુમારી હયાનો બોર્ડીગાર્ડ પણ પરણેલો હતો. પરંતુ અફેરના કારણે બોર્ડીગાર્ડના લગ્ન તુટી ગયા હતાં. રાજકુમારી હયાએ દુબઈ છોડી દીધું છે અને છેલ્લા કેટલાક વર્ષોથી બ્રિટનમાં જ રહી રહી છે. બાલકોની કસ્ટડીને લઈને રાજકુમારી હયાએ બ્રિટનની અદાલતમાં કેસ કર્યો હતો અને હયાના પક્ષમાં ચુકાદો આપ્યો હતો.

રાજકુમારી હયા તેના બોર્ડીગાર્ડને ખુબ જ મોંઘી ભેટ સોગાદો આપતી હતી જેમાં 12 લાખ રૂપિયાની ઘડીયાળ અને 50 લાખની બંદુક જેવી ચીજવસ્તુઓ પણ શામેલ હતી. રાજકુમારી હયા દુબઈના શાસક શેખ મોહમ્મદ બિન રાશિદ અલ મકતૂમની છઠ્ઠી અને સૌથી નાની ઉંમરની પત્ની હતી. માનવામાં આવે છે કે, હયાનું આ અફેર 2016માં શરૂ થયું હતું.

અહેવાલ પ્રમાણે 46 વર્ષની રાજકુમારી હયાનું 37 વર્ષના બ્રિટનનો નાગરિક રસેલ ફ્લોવર સાથેનું અફેર લગભગ 2 વર્ષ ચાલ્યું. એવુ પણ માનવામાં આવે છે કે, રાજકુમારી હયાએ અન્ય ત્રણ બોડીગાર્ડને પણ રસેલ સાથેના પોતાના સંબંધોને લઈ ચુપ રહેવા માટે કરોડો રૂપિયા આપ્યા હતાં.

રાજકુમારી હયા 218માં દુબઈથી ભાગી ગઈ હતી  અને હાલ લંડનમાં રહે છે. તે બે બાળકોની માતા છે. બોડીગાર્ડ રસેલ ફ્લોવરે આ મામલે કોઈ જ વાત કરવાનો ઈનકાર કારી દીધો હતો. હયા પણ રસેલ સાથેના અફેરને નકારતી આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન