Duck Earns 3 Lakh Rupees Every Month Millions of Tiktok Followers
  • Home
  • Featured
  • દર મહિને 3 લાખ રૂપિયા કમાય છે આ બતક, TikTok પર છે લાખો ફોલોઅર્સ

દર મહિને 3 લાખ રૂપિયા કમાય છે આ બતક, TikTok પર છે લાખો ફોલોઅર્સ

 | 11:05 am IST
  • Share

  • Munchkin નામના આ બતકનું Dunkin Ducks નામનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ
  • આ બતકના ટિકટોક પર છે 2.7 મિલિયન ફોલોવર્સ
  • ટિકટોક એકાઉન્ટ પરથી કમાય છે દર મહિને 3 લાખ રૂપિયા

એક અમેરિકન મહિલા પાસે એક બતક છે જે દર વર્ષે 50 હજાર ડોલર્સ એટલે કે લગભગ 37 લાખથી વધુ રૂપિયા કમાય છે. ખાસ વાત એ છે એક આ બતક ટિકટોક સ્ટાર છે અને ટિકટોક પર આના 2.7 મિલિયન ફોલોઅર્સ છે. આ બતકનું નામ Munchkin છે અને આની માલિકનું નામ ક્રિસી એલિસ છે.

બતક Munchkinનું ઇન્સ્ટાગ્રામ પર Dunkin Ducks નામનું એકાઉન્ટ પણ છે. Munchkinને પાલનારી મહિલાએ એક અખબારને જણાવ્યું કે પેંસિલ્વેનિયામાં માત્ર એક જ ફાસ્ટફૂડ ચેઈન હતી જે Dunkin Donuts હતી, અને આ જ સ્ટોરના નામથી Dunkin Ducks નામનો આઈડિયા આવ્યો. આ બટકના વિડીયોઝ ખૂબ જ વાયરલ થતા હોય છે.

બતકની માલિક એલિસે જણાવ્યું કે 16 વર્ષની ઉંમરથી જ તેને પાળતું પશુઓને પાળવાનો શોખ રહ્યો કે, એ પોતાના પાળતું જાનવરોને દરેક જગ્યાએ લઇ જતી હતી, સ્કૂલમાં આ જ કારણે બધા તેને ચીઢવતા પણ હતા. બુલિંગથી કંટાળીને એલિસે Munchkinની એક ચેનલ બનાવી. એલિસનો દાવો છે એક તે માત્ર અડધો કલાકમાં જ Dunkin Ducksની ચેનલથી એટલું કમાઈ લે છે કે જેટલું કમાવવા માટે તેને એક ગ્રોસરી સ્ટોરમાં દર અઠવાડિયે 40 કલાક કામ કરવું પડે.

Dunkin Ducksની મોટેભાગે સ્પોન્સર્ડ પોસ્ટ હોય છે, આ સિવાય તેને સારું એવું ફંડિંગ પણ મળે છે. Dunkin Ducksના ટિકટોક એકાઉન્ટથી દર મહિને એલિસની કામની 4500 ડોલર્સ એટલે કે લગભગ 3 લાખ રૂપિયાથી વધુ થાય છે. એલિસનું કહેવું છે કે ઘણી વાર બુલિંગ તમારી મોટી તાકાત બની જાય છે અને લોકો તમને પ્રેમ કરવા લાગે છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો