દૂધસાગરના ૨૮ મુદ્દાની હવે તપાસ થશે, સુપ્રિમે રિટ ફગાવી - Sandesh
 • Home
 • Mehsana
 • દૂધસાગરના ૨૮ મુદ્દાની હવે તપાસ થશે, સુપ્રિમે રિટ ફગાવી

દૂધસાગરના ૨૮ મુદ્દાની હવે તપાસ થશે, સુપ્રિમે રિટ ફગાવી

 | 2:57 am IST

। અમદાવાદ, મહેસાણા ।

મહેસાણા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘના વર્ષ-ર૦૦પથી વર્ષ-ર૦૧૧ દરમ્યાનના ર૮ મુદ્દાઓ તપાસવા રાજય રજિસ્ટ્રારે નીમેલી તપાસ સમિતિને પડકારતી રિટ સર્વાચ્ચ અદાલતે ફગાવી દીધી છે. દૂધસાગર ડેરીના એમડીએ કરેલી રિટ ફગાવી દેવામાં આવતાં રૂ.૭૧૭ કરોડના અણધડ વહીવટને સ્પર્શતા ર૮ મુદ્દાઓનું રિ-ઓડિટ કરવામાં આવશે. મતલબ સાફ છે કે, આ ર૮ મુદ્દાઓની તપાસ કમિટી ચકાસણી કરશે. જેનાથી વિપુલ ચૌધરીને મોટો ઝટકોલાગ્યો છે.

વર્ષ-ર૦૦પ થી વર્ષ-ર૦૧૧ દરમ્યાનના દૂધસાગર ડેરીના હિસાબોનું ઓડિટ કરવામાં આવ્યું હતું. ર૮ મુદ્દાઓનું રિ-ઓડિટ કરી તપાસ કરવા માટે રાજય સહકારી રજિસ્ટ્રારે કમિટીની રચના કરી હતી. આ તપાસ સમિતિને પડકારતી ડેરીના એમડીએ હાઈકોર્ટમાં રિટ કરી હતી. જે વડી અદાલતના બે જજોની બેન્ચે ફગાવી દીધી હતી. આ હુકમ સામે સર્વાચ્ચ અદાલતમાં અપીલ કરવામાં આવી હતી. સુનાવણી બાદ તપાસ સમિતિને પડકારતી રિટ રદ કરવામાં આવી છે.

રાજ્ય રજિસ્ટ્રારે તા.રર-પ-ર૦૧પના રોજ કલમ ૮૪ (પએ) હેઠળ સ્પેશિયલ ઓડિટ કરવા આદેશ કર્યા હતો. આ ર૮ મુદ્દાઓમાં દૂધના પાવડરમાં ખરીદ-વેચાણમાં ગોટાળા, બજારભાવ કરતાં ઊંચા ભાવે ખાંડની ખરીદી, ટેન્ડર પ્રક્રિયા વિના કરોડોના ખર્ચા,નવા પ્લાન્ટના ઉદ્ઘાટનમાં લાખોના ખર્ચા, હાઈકોર્ટ અને સુપ્રીમના વકીલોની ફી પેટે લાખો રૂપિયાનાં ચુકવણાં, દિલ્હી-અમદાવાદમાં ચેરમેનને ર૦ કરોડના ખર્ચે ખરીદેલો બંગલો અને ઓફિસ, લકઝુરીયસ કાર સહિતના મુદ્દાઓનો સમાવેશ થાય છે. હવે, તપાસ કમિટીની તપાસમાં વાસ્તવિકતા ખુલ્લી થઈ જશે.

વાઈસ ચેરમેન શું કહે છે ? 

મહેસાણા સ્થિત દૂધસાગર ડેરીના વાઈસ ચેરમેન મોંઘજીભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે, અગાઉ થયેલા ઓડિટને રિ-ઓડીટ કરવાના વિરુદ્ધમાં રિટ કરાઈ હતી. કારણ કે હિસાબોના ઓડિટમાં અધિકારીઓના શેરા બધુ જ મોજુદ હતું. રિ-ઓડિટ કરવામાં સમયનો વ્યય થાય તેમ હતો અહીં ગોટાળાની વાત નથી માત્ર રિ-ઓડિટનો પ્રશ્ન હતો રિ-ઓડિટ કરવા માટે દૂધ સંઘના ત્રીજા ભાગના સભ્યોની જરૂર હોય છે. પરંતુ, કેટલાક લોકોના કહેવાથી રજિસ્ટ્રારે રિ-ઓડિટનો નિર્ણય લીધો હતો.

કયા કયા મહત્ત્વના મુદ્દાઓની તપાસ થશે

 • દૂધના પાઉડરના રૂ.ર૮ કરોડના ખરીદ-વેચાણની તપાસ
 • ફેડરેશન દ્વારા બજારભાવ કરતાં ઉંચા ભાવે ખાંડ ખરીદીની તપાસ
 • જરૂર વગર કરોડો રૂપિયાની લોન લઈને ફંડનો દુરુપયોગ કરાયો
 • ટેન્ડરની મંજુરી લીધા વગર કરોડો રૂપિયાનો ખર્ચ કરાયો
 • હરીયાણામાં ધરહેરા ખાતે ૩૦ લાખનો મીલ્ક પ્રોસેસીંગ પ્લાન્ટ ટેન્ડર વગર બાંધવામાં આવ્યો
 • જગુદાન અને ધરુહેરા પ્લાન્ટના ઉદઘાટન માટે લાખો રૂપિયાનો ખર્ચો
 • હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટના વકીલોની ફી પેટે રૂ.પ૯૮ લાખ ખર્ચ્યા
 • કોમ્પીટન્ટ ઓથોરીટીની મંજુરી લીધા વગર રૂ.૪પ૮ કરોડની ઈમારત બનાવીને મળતીયા કોન્ટ્રાકટરોને કરોડોનો લાભ કરાવ્યો
 • સાગરદાણ કૌભાંડ, ૪૬ કરોડના પ્લાન્ટ સામે એકજ વર્ષમાં ૬૪ કરોડનું નુકશાન
 • વિપુલ ચૌધરીએ દિલ્હી અને અમદાવાદમાં ર૦ કરોડનો બંગ્લો અને ઓફિસ ખરીદ્યા
 • મીલ્ક પ્રોડયુસરોને ઓછુ પેમેન્ટ આપીને વચ્ચેનું કરોડોનું કમિશન કરવાનું કૌભાંડ
 • જવાબદાર સરકારી અધિકારીઓએ કૌભાંડો પર કોઈ પગલા નહી લેતાં કૌભાંડ વધ્યા તેની પણ તપાસ કરાશે.
 • મીલ્ક પ્રોડયુસરોને જઈએ તેટલું વળતર નહી ચૂકવાતા અન્ય મીલ્ક ફેડરેશનમાં દૂધ સપ્લાય કરતાં દૂધ ઉત્પાદન ઘટયું
 • જરૂરી ન હોવા છતાં ગેરકાયદેસર રીતે ઉંચા પગારે કર્મચારીઓની ભરતી કરાઈ
 • વિપુલ ચૌધરીએ પોતાના બંગ્લા ઉપર પ કર્મચારીઓને ઉંચા પગારે નોકરી પર રાખ્યા
 • વિપુલ ચૌધરીએ રૂ.૧.૩૦ કરોડની લકઝુરીયસ કાર ખરીદી
 • કોન્ટ્રાકટ પર રાખેલા કર્મચારીઓને બોનસ પેટે ર૮ લાખ આપ્યા
 • વિપુલે જયંતી કેબા પટેલને ઓફિસર તરીકે ભરતી કરીને લાખો રૂપિયાનો પગાર ચૂકવ્યો
 • પશુદાણ માટે વાપરેલા ૬૦ કરોડની રૂપિયાની સ્પષ્ટતા કરી નથી તેની તપાસ
 • ટેન્ડર પ્રક્રિયા હાથ ધર્યા વગર ખરીદી
 • ગની બેગમાં આચરેલા કૌભાંડો માટે લાગેલી પેનલ્ટીની રીકવરી વસુલાઈ નથી
 • કડીના પ્રોડકશન પ્લાન્ટનાઉદઘાટનમાં ૪ કરોડનો ખર્ચો
 • રૂ.૪પ૮ કરોડના પ્લાન્ટ બનાવતા પહેલા મંજુરી કેમ ન લીધી
 • વિપુલ ચૌધરીએ તેના અંગત કેસ માટે વકીલ ન હોય તેવા લોકોને કરોડોની ફી ચૂકવી