due to corona virus how much time in personal relation
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • કોરોના સમયે સેક્સ કેટલી વાર કરવુ જોઇએ? કઇ વાતનું ખાસ ધ્યાન રાખશો જાણીલો

કોરોના સમયે સેક્સ કેટલી વાર કરવુ જોઇએ? કઇ વાતનું ખાસ ધ્યાન રાખશો જાણીલો

 | 10:26 am IST
  • Share

હાલ કોરોના અને તેના ભય વચ્ચે મોટાભાગના કપલ કન્ફ્યુઝ છે કે શુ આ સમયે સેક્સ કરવુ યોગ્ય છે. સતત સાથે રહે તો યુગલો સેક્સનો આનંદ માણે તે સ્વાભાવિક છે. સેક્સ ગમે તેવી તણાવભરી પરિસ્થિતિને હળવી બનાવવા માટેનો સૌથી કારગર ઉપાય છે, પરંતુ શું આવા સમયે સેક્સ માણવું સુરક્ષિત છે કે કેમ તેવો સવાલ ના થાય તો જ નવાઈ.

કોરોના વાયરસના ચેપને અટકાવવા માટે લોકોએ એકબીજાથી સુરક્ષિત અંતર જાળવવું જરૂરી હોવાથી તબીબી નિષ્ણાતોની સલાહ અનુસાર સરકારે પણ લોકોને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવા જણાવ્યું છે તો પછી સેક્સ કેવી રીતે માણવું?

જોકે, સ્ટડી બાદ એ પણ સલાહ આપવામાં આવી રહી છે કે કોરોના વાયરસથી બચવા માટે કપલ સેક્સથી દૂર રહે. કારણ કે સેક્સથી પણ કેટલીક હદે કોરોના સંક્રમણ ફેલાવાવનો ખતરો સામે આવ્યો હતો.

કોરોના કેવી રીતે ફેલાય છે તેનાથી હવે ભાગ્યે જ કોઈ અજાણ હશે. સેક્સમાં બંને પાર્ટનર વચ્ચેનું અંતર શૂન્ય થઈ જાય છે. આથી જ જો બંનેમાંથી કોઈ એક પાર્ટનરને ચેપ હોવાની શક્યતા હોય તો સમાગમ માણવાથી દૂર રહેવું જોઈએ.

જો ન ચાલે તેમ હોય તો હસ્તમૈથુન કરી શકો છો. હસ્તમૈથુનથી કોરોના વાયરસનો ચેપ લાગતો નથી ખાસ કરીને જ્યારે તમે તમારા હાથ સાબુ અને પાણીથી સારી રીતે સાફ કરીને તેનો ઉપયોગ કરો. સેક્સ કરીને તાત્કાલીક બેડશીટ બદલી નાખો જેટલી સ્વચ્છતા જાળવશો તેટલો ફાયદો થશે.

સેક્સ બાદ કપલને નહાવાની સલાહ પણ આપવામાં આવી છે. ઘરની બહાર રહેનારા વ્યક્તિ સાથે સેક્સ કોરોના સંક્રમણ માટે હાઈરિસ્ક કેટેગરીમાં આવે છે. કોન્ડોમનો ઉપયોગ કરવો ફાયદામાં રહેશે. સલામત સેક્સ માટે કોન્ડોમનો ઉપયોગ કરવો જોઈએ. સેક્સ દરમિયાન સ્વચ્છતા જાળવો. સમાગમ માણ્યા પહેલા અને પછી તમામ અંગોને સાબુથી સારી રીતે સાફ કરવા જોઈએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન