તમારી ભૂખને સંતોષતી તમારી ગમતી રેસ્ટોરાન્ટ બંધ થવા પાછળ છે આ કારણ - Sandesh
NIFTY 11,435.10 +79.35  |  SENSEX 37,852.00 +207.10  |  USD 69.8950 -0.04
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Business
  • તમારી ભૂખને સંતોષતી તમારી ગમતી રેસ્ટોરાન્ટ બંધ થવા પાછળ છે આ કારણ

તમારી ભૂખને સંતોષતી તમારી ગમતી રેસ્ટોરાન્ટ બંધ થવા પાછળ છે આ કારણ

 | 6:58 pm IST

GSTનો અમલ કરવામાં આવ્યો તે પછી નાના વેપારીઓ અને હોટલ ઈન્ડસ્ટ્રીને સૌથી વધુ માર સહન કરવો પડયો છે. છેલ્લા 12 મહિના હોટલ ઈન્ડસ્ટ્રી માટે કપરા રહ્યા હતા. એક બાજુ GSTનો બોજ અને બીજી બાજુ શાકભાજી અને અનાજ મોંઘા થવાથી હોટલ અને રેસ્ટોરાંમાં પીરસવામાં આવતી વાનગીઓનાં ભાવ પણ વધ્યા હતા. હવે નોબત એવી આવી છે કે હોટલની વાનગીઓ મોંઘી બનવાથી 50થી વધુ વિદેશી હોટલ અને રેસ્ટોરાંને તાળા મારવા પડયા છે.

હોટલ ઉદ્યોગનો વહીવટ હાલ 2015ની સ્થિતિએ પહોંચી ગયો છે અને તેમને ભારે હાલાકીનો સામનો કરવો પડયો છે. છેલ્લા 12 મહિનામાં દેશમાં આશરે 50થી વધુ જાણીતી વિદેશી હોટલ અને રેસ્ટોરાં તેમજ હેમ્બર્ગર બંધ થઈ ગયા છે. GSTનાં ગૂંચવાડાભર્યા માળખાને કારણે હોટલ અને રેસ્ટોરાંઓ માટે ઈન્પુટ ટેક્સ ક્રેડિટ મેળવવાનું મુશ્કેલ બન્યું છે. આ ઉપરાંત વધતી જતી મોંઘવારી અને સ્પર્ધાને કારણે રેસ્ટોરાંએ અસ્તિત્વ ટકાવવાનું અઘરું બન્યું છે. સ્થાનિક સ્તરે નાની હોટલો અને રેસ્ટોરાં શરૂ થવાથી અને ત્યાં લોકોને સસ્તા દરે ભોજન મળતું હોવાથી રેસ્ટોરાંનો નફો ઘટયો છે.

ડોમિનોઝ પીઝા અને ડન્કિન ડોનટ્સનાં 40 ટકા સ્ટોર બંધ
ભારતમાં ડોમિનોઝ પીઝા અને ડંકિન ડોનટ્સની રેસ્ટોરાં ચલાવતી જ્યુબિલન્ટ ફૂડવર્કસ દ્વારા ડંકિન ડોનટ્સનાં 40 ટકા સ્ટોર બંધ કરવામાં આવ્યા છે. આ તમામ રેસ્ટોરાં ખોટમાં ચાલતી હતી. ટીજીઆઈ ફ્રાઈડે દ્વારા પણ તેનાં 3 સ્ટોર બંધ કરવામાં આવ્યા છે. યુએસની રેસ્ટોરાં ચેન વેન્ડીએ પણ તેની શાખાઓ બંધ કરી છે. નોટબંધી અને હાઈવે પર શરાબ વેચવા પર સરકાર દ્વારા મુકવામાં આવેલા પ્રતિબંધને કારણે હાઈવે પરની હોટલ અને રેસ્ટોરાંનો ધંધો ઘટયો છે. આ પછી GST અમલમાં આવતા તેમના નફામાં સતત ઘટાડો થઈ રહ્યો છે.