Due to heavy rains in Gujarat, 6 highways in Junagadh, Amreli, Porbandar closed
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • સાવધાન! ગુજરાતમાં ભારે વરસાદના કારણે જૂનાગઢ, અમરેલી, પોરબંદરના 6 હાઈ-વે બંધ, 15 ગામનો વાહન વ્યવહાર બંધ

સાવધાન! ગુજરાતમાં ભારે વરસાદના કારણે જૂનાગઢ, અમરેલી, પોરબંદરના 6 હાઈ-વે બંધ, 15 ગામનો વાહન વ્યવહાર બંધ

 | 9:08 am IST
  • Share

૧૫ ગામનો વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો..ડેમ અને વરસાદી પાણી રસ્તા ઉપર ફરી વળ્યા

સૌરાષ્ટ્રમાં પડેલા ભારે વરસાોના કારણે બે સ્ટેટ હાઈવે, ૪ પંચાયત હસ્તકના હાઈવે બંધ થઈ ગયા છે રસ્તા ઉપર પાણી ભરાતા અને ઉપરવાસમાંથી પાણી છોડવામાં આવતા હાઈવે બંધ કરવામાં આવ્યા છે તેથી ગામનો વાહન વ્યવહાર કપાઈ ગયો હતોે.

બે સ્ટેટ હાઈવેમાં રાજૂલા-ડુંગર રોડ અને કુતિયાણા-મહિયારી રોડ બંધ થતા રાજૂલા, ડુંગર, કુંભારીયા,દેવડા, અમીપુર ગામનો રસ્તો બંધ થઈ ગયો છે જયારે પંચાયતના ૪ હાઈવેમાં માંગરોળમાં રસ્તા ઉપર પાણી ભરાવાના કારણે માધવપુર-સામરડા રોડ, મંડેર-ઘોડાદર રોડ, ચીચુડી-સરમાં રોડ બંધ થતા સરમાં, સામરડા, મંડેર, ઘોડાદર ગામનો વાહન વ્યવહાર કપાયો છે.

દાવડા-ટીમાણા રોડ ઉપર શેત્રુજી ડેમના દરવાજા ખોલવામાં આવતા કોઝવે પાણીમાં ગરકાવ થતા કુટેલી, ટાઢાવડ, ભેગાળી, શેવાળીયા, દાત્રુડ, ટીમાણા ગામનો રસ્તો બંધ થઈ ગયો છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો