south gujarat heavy rain auranga and ambika river high level give alert
NIFTY 11,018.90 -4.30  |  SENSEX 36,541.63 +-6.78  |  USD 68.5200 -0.05
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Gujarat
  • દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદને કારણે 195 જેટલા રસ્તાઓ બંધ

દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદને કારણે 195 જેટલા રસ્તાઓ બંધ

 | 6:28 pm IST

દક્ષિણ ગુજરાતમાં અતિવૃષ્ટિને કારણે 197 જેટલા રસ્તા બંધ કરવામાં આવ્યાં છે. વલસાડની ઓરંગા અને અંબિકા નદીમાં ઘોડાપૂર આવ્યાં છે. બે કાંઠે વહેતી નદીઓના પગલે નીચાણવાળા વિસ્તારોને સાવધ કરવામાં આવ્યાં છે. જ્યારે વલસાડમાં ત્રણ એનડીઆરએફની ટીમને સ્ટેન્ડ બાય રાખી દેવામાં આવી છે. રસ્તા ધોવાતા અને પાણી ભરાવાને કારણે હાઈવે બંઘ થયા છે. જ્યારે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદના પગલે 197 રસ્તાઓ બંધ થઈ ગયા છે. જેમાં 3 સ્ટેટ અને એક નેશનલ હાઈવેનો સમાવેશ થાય છે.

ભારે વરસાદના પગલે સુરત, તાપી, નવસારી, વલસાડ અને ડાંગના અનેક રસ્તાઓ બંધ થઈ ગયા છે. ઓરંગા નદી અને અંબિકા નદીમાં ઘોડાપૂરની સ્થિત સર્જાતા રસ્તાઓ બંધ થઈ જતા અનેક ગામો સંપર્ક વિહોણા થઈ ગયા છે. જ્યારે દક્ષિણ ગુજરાતના વિવિધ રસ્તાઓ પર પાણી ફરી વળતા સુરતમાં 26, તાપીમાં નેશનલ હાઈ વે સહિત 52, નવસારીમાં સ્ટેટ હાઈવે સહિત 77, વલસાડના 21 અને ડાંગના બે સ્ટેટ હાઈવે સહિત 19 રસ્તાઓ મળી કુલ 197 રોડ બંધ થઈ ગયા છે.

નવસારીમાં વરસાદને લઈને ગણદેવી તાલુકાની અંબિકા નદીમાં ઘોડાપુરની પરિસ્થિતિ છે. જેથી કાંઠા વિસ્તારના ગામોને એલર્ટ કરી દેવાયા છે. ઉપરવાસમાં ખાબકી રહેલા અનરાધાર વરસાદના કારણે કોઈ અનિચ્છનિય ઘટના ન બને તે માટે તંત્ર દ્વારા પૂર્વતૈયારી કરવામાં આવી છે. વલસાડ ખાતે 3 એનડીઆરએફની ટીમોને સ્ટેન્ડ બાય કરવામાં આવી છે.