દિલ્હી-NCRમાં ઝેરીલી થઈ હવા, શ્વાસ લેવામાં પણ તકલીફ - Sandesh
NIFTY 10,768.00 -4.05  |  SENSEX 35,538.98 +-8.35  |  USD 68.2200 +0.15
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • દિલ્હી-NCRમાં ઝેરીલી થઈ હવા, શ્વાસ લેવામાં પણ તકલીફ

દિલ્હી-NCRમાં ઝેરીલી થઈ હવા, શ્વાસ લેવામાં પણ તકલીફ

 | 9:10 am IST

પ્રદૂષણના કારણે શિયાળીની ઋતુમાં દિલ્હીના વાતાવરણમાં શ્વાસ લેવાની તકલીફ થવી સામાન્ય વાત છે, પરંતુ હાલમાં સ્થિતિ ગરમીમાં પણ તેવી જ જોવા મળી રહી છે. મંગળવારે દિલ્હીના ઘણાં સ્થાનો પર 18 ગણું વધુ પ્રદૂષણ જોવા મળ્યું હતું. ગાઝિયાબાદ, નોઈડામાં પ્રદૂષણના કારણે લોકોને શ્વાસ લેવામાં ઘણી તકલીફ થઈ રહી છે. બુધવારે મોડી સાંજે સમગ્ર દિલ્હી પર ધૂળની ચાદર પથરાઈ ગઈ હોય તેવી સ્થિતિ જોવા મળી હતી.

દિલ્હી-NCRના ખરાબ હવામાન પાછળ ઈરાન અને દક્ષિણ અફગાનિસ્તાન તરફથી આવતી ધૂળ સાથેની હવાઓ હોવાનું માનવામાં આવે છે. જે 20 હજાર ફીટની ઉંચાઈથી રાજસ્થાન થઈને દિલ્હી પહોંચી રહી છે. જેના કારણે વાતાવરણમાં ધૂળ છવાઈ ગઈ છે. આગામી 2-3 દિવસમાં પરિસ્થિતિ સામાન્ય થવાની શક્યતા રહેલી છે.

CPCBના અનુસાર, દિલ્હીનું એર ઈન્ડેક્સ 445 રહ્યું છે. તેમજ હવામાન વિભાગાના અનુસાર આગામી 24 કલાક સુધી દિલ્હીને આ પ્રદૂષણમાંથી રાહત મળવાની કોઈ જ શક્યતા નથી. પ્રદૂષણ વધવાની સૌથી ઉચ્ચત્તમ માત્ર પીએમ 10નું સ્તર છે. દિલ્હીના 20 સ્થાનો પર પીએમ 10નું સ્તર 10 ગણાથી પણ વધુ છે. જેના કારણે મોટેભાગના પાટનગર દિલ્હીના વિસ્તારોમાં પીએમ 10નું સ્તર 1000 માઇક્રોગ્રામ પ્રતિ ક્યૂબિક મીટર (MGCM)થી પણ વધુ જોવા મળ્યું છે.

CPCB અનુસાર સાંજે 6 કલાકે પીએમ 10નું સ્તર 850 MGCM રહ્યું છે. જેના કારણે દિલ્હીમાં વિઝિબિલિટીમાં પણ નોંધનીય ઘટડો જોવા મળી રહ્યો છે. તેમજ ધૂળની ચાદર જોવા મળી રહી છે. આ તરફ CSA ગરમીના વધવાના કારણે પ્રદૂષણ અંગે ચિંતા વ્યક્ત કરી ચુક્યું છે. સેન્ટર ફોર સાયન્સ એન્ડ એનાવ્યરમેન્ટ (CSA)એ દાવો કર્યો હતો કે 1 એપ્રિલથી 27 મે 2018 વચ્ચે 65 દિવસોમાં દિલ્હીની એર ઈન્ડેક્સ ખરાબથી વધુ ખરાબ થવાની શક્યતા રહેલી છે. જેના કારણે દિલ્હી રહેવાસીઓને શ્વાસ લેવામાં તકલીફ થઈ શકે છે.

આ તરફ દિલ્હી એરપોર્ટ પર પણ ધૂળના કારણે વિઝિબિલિટી 3.5 કિલોમટીર રહી હતી, મોડી સાંજ સુધીમાં 1.5 કિલોમીટર પર પહોંચી ગઈ હતી. તેમજ પ્રશાસન દ્વારા એવું નક્કી કરવામાં આવેલ છેકે જો આગામી 24 કલાકમાં પ્રદૂષણના સ્તરમાં કોઈ ફરક ન પડશે તો જરૂરી પગલાં ભરવામાં આવશે.

દિલ્હીમાં બુધવારે છેલ્લા 8 વર્ષમાં સૌથી ગરમ સવાર હોવાનો રેકોર્ડ કર્યો છે. જેમાં ન્યૂનતમ તાપમાન વધીને 34 ડિગ્રી પર હતું, જે સામાન્ય તાપમાન કરતાં 6 ડિગ્રી વધુ છે. આજે સરકાર દ્વારા હવામાનની સમક્ષા કરવામાં આવશેઅને જો સાંજ સુધીમાં પ્રદૂષણના સ્તરમાં ફેરફાર ન આવશે તો ટ્રક અને કન્સટ્રક્શન સાઈટ પર કેટલાક દિવસ માટે પ્રતિબંધ લગાવવામાં આવી શકે છે.

જોકે હવામાન વિભાગને આગામી 48 કલાક પછી એટલેકે 16 જૂન સુધીમાં દિલ્હીમાં ગરમી અને ધૂળથી રાહત મળવાની આશા રાખી છે. કારણ કે 16 જૂથથી વરસાદ દિલ્હી-NCRમાં આગમન થવાની શકયતા રહેલી છે.