Due to Lok Sabha Elections Results Dawood Ibrahim i Tension, make call to ISI
  • Home
  • Election 2019
  • લોકસભાની ચૂંટણી પરિણામોથી થથરી ઉઠ્યો દાઉદ ઈબ્રાહિમ, અડધી રાત્રે ભર્યું આવું પગલુ

લોકસભાની ચૂંટણી પરિણામોથી થથરી ઉઠ્યો દાઉદ ઈબ્રાહિમ, અડધી રાત્રે ભર્યું આવું પગલુ

 | 12:42 pm IST

લોકસભાની ચૂંટણીના 2019ના પરિણામોમાં નરેન્દ્ર મોદીએ ડંકો વગાડતા પાકિસ્તાનમાં લપાઈને બેઠેલા અંડરવર્લ્ડ ડૉન દાઉદ ઈબ્રાહિમ કાસકરના પગની નીચેથી જમીન ખસી ગઈ છે. પાકિસ્તાન સરકાર અને આઈએસઆઈની સુરક્ષીત આડમાં ભરાઈને બેઠેલો દાઉદ રીતસરનો ફફડી ગયો છે તેમ ટોચની ગુપ્તચર એજન્સીઓનું કહેવું છે.

સૂત્રોએ એવો પણ દાવો કર્યો છે કે, ભારતમાં ચૂંટણી પરિણામો સામે આવ્યા બાદ ફફડી ઉઠેલા પોતાને અંડરવર્લ્ડ ડૉન દાઉદ ઈબ્રાહિમ ગુરૂવારે અડધી રાતે જ પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી આઈએસઆઈના એક ટોચના અધિકારી અને બે નિવૃત્ત અધિકારીઓને ફોન કરીને પોતાની ચિંતા વ્યક્ત કરી હતી.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે દાઉદે આ વાતચીત દરમિયાન નરેન્દ્ર મોદીની વધતી લોકપ્રિયતા ઉપરાંત અમેરિકા અને ઈઝરાયેલ જેવા દેશો સાથે તેમની વધી રહેલા સંબંધોનો પણ ઉલ્લેખ કર્યો હતો અને આઈએસઆઈ પાસે પોતાનો જીવ બચાવવા મદદ માંગી હતી.

નિવૃત્ત આઈપીએસ અધિકારી પીકે જૈનના જણાવ્યા પ્રમાણે, ભાજપ સરકારના પુનરાગમનથી અનેક ઈન્ટરનેશનલ ઈક્વેશન ચેંજ થઈ જશે. એક મજબુત સરકાર આવવાથી પાકિસ્તાન અને દાઉદ પર સાઈકોલોજીકલ પ્રેશર તો વધશે જ, પરંતુ દાઉદને ભારત લાવવામાં આવશે કે કેમ તે સરકાર પર નિર્ભર કરશે કે તે પાકિસ્તાન સરકાર પર કેટલું દબાણ ઉભુ કરી શકે છે. આમ તો ભારત સરકાર દાઉદને પરત લાવવા માટે ભરપુર પ્રયાસ કરશે. પાકિસ્તાનના અનેક રાજ દાઉદના દિલમાં દફન છે આ સ્થિતિમાં પાકિસ્તાન દાઉદને સોંપશે કે ભારતે તેને પકડી લેવો તે મુશ્કેલ છે, પરંતુ અશક્ય નથી. આ બધી જ બાબતો આવનાર સમય પર નિર્ભર કરે છે.

કેટલાક સૂત્રોનું કહેવું છે કે, દાઉદ ઈબ્રાહિમને એ વાતનો ભારોભાર ડર છે કે નરેન્દ્ર મોદી તેને પકડવા માટે કંઈ પણ કરી શકે છે. તેને આઈએસઆઈના અધિકારીઓને સચેત કર્યા છે કે નરેન્દ્ર મોદી કોઈ એવા ઓપરેશનને પણ અંજામ આપી શકે છે જેની આઈએસઆઈને ગંધ સુદ્ધા નહીં આવે. અંડરવર્લ્ડ ડોને એ બાબતનો પણ ડર છે કે, અમેરિકાની ગુપ્તચર એજન્સી આઈએસઆઈ અને ઈઝરાયેલની ગુપ્તચર એજન્સી મોસાદ પણ તેના વિરૂદ્ધ કોઈ મોટી કાર્યવાહીમાં મોદી સરકારને મદદરૂપ થઈ શકે છે. આજ કારણે દાઉદ પોતાની સુરક્ષાને લઈને આઈએસઆઈ સામે કરગરી રહ્યો છે. સામે આઈએસઆઈના અધિકારીઓએ પણ દાઉદને આશ્વાસન આપ્યું છે કે તેઓ પોતાના ટોચના અધિકારીઓ સાથે એક મહત્વની બેઠક બોલાવીને આ મામલે નિર્ણય લેશે.

વરિષ્ઠ પત્રકાર એસ. બાલાકૃષ્ણનના જણાવ્યા પ્રમાણે અજીત ડોભાલ અગાઉ જ દાઉદની ડી-કંપનીને લઈને કામ કરી ચુક્યા છે. મોદી સરકાર પાર્ટ-2 છે, જેને આંતરરાષ્ટ્રીય સ્તરે પોતાની ધાક જમાવી છે. કદાચ દાઉદનું બચવું હવે મુશ્કેલ છે. કોઈને કોઈ ઓપરેશન કે અન્ય રસ્તો અપનાવીને ડી કંપનીનું કામ તમામ થઈ શકે છે. દાઉદને સોંપવાની પાકિસ્તાન આનાકાની કરશે, પરંતુ તે દાઉદને બીજે ક્યાંક જવાની સલાહ આપી શકે છે. આ સ્થિતિમાં આંતરરાષ્ટ્રીય દેશો સાથે મળીને ભારત ગુપ્ત ઓપરેશનને અંજામ આપી શકે છે.

આ વીડિયો પણ જુઓ

સુરતમાં લાગેલી આગના CCTV આવ્યા સામે

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન