GSTના કારણે આ ઉદ્યોગને થયું મોટું નુકશાન, 27 પૈકી આજે માત્ર 9 સંસ્થા કાર્યરત - Sandesh
  • Home
  • Business
  • GSTના કારણે આ ઉદ્યોગને થયું મોટું નુકશાન, 27 પૈકી આજે માત્ર 9 સંસ્થા કાર્યરત

GSTના કારણે આ ઉદ્યોગને થયું મોટું નુકશાન, 27 પૈકી આજે માત્ર 9 સંસ્થા કાર્યરત

 | 5:37 pm IST

ખાદી એ માત્ર કાપડ નથી, પરંતુ એક વિચાર છે, એવું રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીએ જણાવ્યું હતું. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ‘મન કી બાત’ કાર્યક્રમમાં ખાદીનો ઉપયોગ કરવાની જનતાને અપીલ કરી હતી, પરંતુ જ્યાં ખાદી તૈયાર થાય છે એ ખાદી ગ્રામોઉદ્યોગ સરકારના નવી નીતિને લીધે પડી ભાંગવાની તૈયારીમાં છે.

હવે ખાદી ગ્રામોઉદ્યોગ પર GST લાગતો હોવાથી ઉદ્યોગ મૃતપ્રાય અવસ્થામાં છે. 100 ટકા સ્વદેશી એવી ખાદીને ટકાવવા માટે કોઈ પ્રયાસ કરતું નથી.

દેશના સ્વાતંત્ર્ય સંગ્રામમાં ખાદીએ મહત્ત્વનો ભાગ ભજવ્યો હતો. મહાત્મા ગાંધીએ હંમેશાં ખાદીની હિમાયત કરી હતી, પરંતુ આજે મહાત્મા ગાંધી અને ખાદી આ બંને માત્ર ભાષણ પૂરતા મર્યાદિત રહી ગયા છે.

ખાદી અને ગ્રામોઉદ્યોગ પંચની સ્થાપના 1961માં થઈ હતી. દેશમાં કુલ 27 ખાદી ગ્રામોઉદ્યોગ સંસ્થા કાર્યરત હતી, પરંતુ આજની ઘડીએ માત્ર 9 ખાદી સંસ્થા કાર્યરત છે. ખાદી સંસ્થાઓની જમીન ગીરવે મૂકી જમીનના મૂલ્યની માત્ર 60 ટકા લોન આપવામાં આવી.

અનેક સંસ્થાઓએ લોન ભરપાઈ પણ કરી દીધી, પરંતુ આજ સુધી ખાદી સંસ્થાઓને તેમની જમીનો પાછી મળી નથી. આ જમીનો ખાદી ગ્રામોઉદ્યોગને પાછી મળે તો તેના ઉપયોગથી સંસ્થાને મૂડી મળી શકે, પરંતુ આ પ્રસ્તાવ સરકારી કાર્યાલયમાં ધૂળ ખાતો પડયો છે. સરકાર પણ માત્ર રાષ્ટ્રધ્વજ માટે ખાદીનું કાપડ ખરીદે છે.

રૂ.25 કરોડની વાર્ષિક માગ સામે મર્યાદિત ઉત્પાદન
રાષ્ટ્રીય ઉત્સવોમાં લહેરાતો ત્રિરંગો, મિશીલિન કાપડ, પોલીવસ્ત્ર, ટેરિકોટન, શેતરંજી, વિવિધ રેડિમેડ ખાદી વસ્ત્રો એ ખાદી ગ્રામોઉદ્યોગમાં બને છે. એકલા નાંદેડ ખાદી યુનિટમાં વરસે પાંચ કરોડ રૂપિયાનું ટર્નઓવર થાય છે. બજારમાં ખાદીની ર્વાિષક માગ રૂ.25 કરોડની છે, પરંતુ ખાદી સંસ્થાઓ પાસે મૂડી ન હોવાથી મર્યાદિત ઉત્પાદન થાય છે. ખાદી ગ્રામોઉદ્યોગની પોતાની દુકાન બજારમાં છે.

GSTને લીધે વેચાણ મંદ પડયું
નાંદેડ ખાદી ગ્રામોઉદ્યોગ અંતર્ગત ૮૨ કલાર્ક અને 641 વણકર કામ કરે છે. અહીં તૈયાર થતાં રાષ્ટ્રધ્વજ પૂરા ભારતમાં ફરકાવાય છે. ખાદી પર અત્યાર સુધી કોઈ કર લાગતો નહોતો, પરંતુ મોદી સરકાર ખાદીને પણ GSTના દાયરામાં લાવી છે. ખાદી પર ૧૨થી ૨૦ ટકા જેટલો ટેક્સ ભરવો પડે છે એટલે ખાદીનું વેચાણ મંદ પડયું છે.