લોકસભાની ચુંટણીને કારણે ગુજકેટની પરિક્ષાની તારીખમાં ફેરબદલ - Sandesh
  • Home
  • Ahmedabad
  • લોકસભાની ચુંટણીને કારણે ગુજકેટની પરિક્ષાની તારીખમાં ફેરબદલ

લોકસભાની ચુંટણીને કારણે ગુજકેટની પરિક્ષાની તારીખમાં ફેરબદલ

 | 9:20 pm IST

રાજ્યની એન્જીનિયરીંગ કોલેજોમાં પ્રવેશ મેળવવા માટે શિક્ષણ વિભાગે ત્રણ વર્ષથી સમગ્ર રાજ્યમાં ગુજકેટ લેવાનું આયોજન કર્યું છે. એન્જીનિયરીંગ કોલેજોમાં ગુજકેટના મેરીટના આધારે જ પ્રવેશની ફાળવણી કરવામાં આવે છે.

જેના ભાગરુપે સૌપ્રથમ ગુજકેટની પરિક્ષા તા. 23મી માર્ચે લેવાનું આયોજન કરવામાં આવ્યું હતુ. જો કે તે વેળાં સીબીએસઇની કસોટી હોઇ વિદ્યાર્થીઓ ગુજકેટની પરીક્ષાથી વંચીત રહી જાય તેવા સંજોગો ઉભાથતા વાલીઓની માંગને લઇને તારીખ બદલીને ૪ એપ્રીલ કરી હતી. પરંતુ જેઇઇ મેઇન્સની એક્ઝામ આડે આવતા ફરીથી બોર્ડને ગુજકેટની તારીખ બદલીને આખરે 23મી એપ્રીલ કરાઇ હતી તેમાં પણ ચુંટણીનું ગ્રહણ લાગતા 26 મી એપ્રીલે ગુજકેટની પરિક્ષા યોજવાનો નિર્ણય લેવાયો છે.

જેથી અત્યાર સુધીમાં કસોટીની તારીખને લઇને ત્રણ વાર ફેર-બદલ કરાયો છે. બોર્ડના વિદ્યાર્થીઓને વારંવાર તારીખો બદલાતા મુંજવણ ઉભી થઇ છે. લોકસભાની ચુંટણી અને ગુજકેટ એક સાથે યોજવી શક્ય ન હોય નિર્ણય લેવાયો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન