due to this reason arjun kapoor and malaika aroras marriage delayed
  • Home
  • Entertainment
  • Bollywood
  • OMG: મલાઈકા રાજી, બન્નેના પરિવાર પણ ખુશ! છતાં અર્જુન કપૂર હજુ લગ્ન કરવાની ના પાડે

OMG: મલાઈકા રાજી, બન્નેના પરિવાર પણ ખુશ! છતાં અર્જુન કપૂર હજુ લગ્ન કરવાની ના પાડે

 | 11:24 am IST

હવે તો આખા ગામને ખબર છે કે, અર્જુન કપૂર અને મલાઈકા અરોરા લગ્ન કરવાના જ છે. બન્ને જે રીતે ક્લોઝ પોઝના ફોટો અને કિસિંગના ફોટો મુકી રહ્યા છે તે જોઈને બધાને એક જ રાહ છે કે, અર્જુન કપૂરના અને મલાઈકાના લગ્નની ક્યારે તારીખ આવે. પરંતુ આ બધી ચર્ચાઓ વચ્ચે અર્જુન કપૂરને લઈ એક નવી જ વાત બહાર આવી છે. મલાઈકા અને પરિવાર બધા જ રાજી હોવા છતાં અર્જુન કપૂરના વાંકે લગ્નમાં આટલું મોડું થઈ રહ્યું છે.

એક વેબ પોર્ટલના રિપોર્ટ પ્રમાણે અર્જુન કપૂર હાલમાં લગ્ન કરવા માટે બિલકુલ તૈયાર નથી. આ બાજુ અર્જુનનો પરિવાર તો ઈચ્છે છે કે, જલ્દી લગ્ન કરી લે. મલાઈકા પણ લગ્ન માટે તૈયાર છે એવી માહિતી મળી છે. પરંતુ એક ઈન્ટરવ્યૂમાં અર્જુને આ વિશે વાત કરતાં કહ્યું હતું કે, હું જરૂર કરતાં વધારે મેચ્યોર છું, જેના કારણે ઘણી વખત મને પરેશાની પણ થાય છે. જેથી લગ્ન જેવો મોટો નિર્ણય લેતા પહેલાં બધું સમજી વિચારી લેવું ખૂબ જ જરૂરી છે.

અર્જુનનું કહેવું છે કે, આવો નિર્ણય લેવામાં હું મોડું પણ નહીં કરું અને ઉતાવળ પણ નહીં કરું. જ્યારે યોગ્ય સમય આવશે ત્યારે હું ઘર વસાવી લઈશ. હું આ સંબંધને છુપાવવા નથી માંગતો. મળતી માહિતી પ્રમાણે મલાઈકા અને અર્જુનના લગ્નમાં અર્જુની હા આવે એટલી જ વાર બાકી રહી છે.

આ વીડિયો પણ જુઓ: સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ ગુમાવ્યો A ગ્રેડ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન