પાટણ : ફોટા સાથે ચેડા કરી ડમી વિદ્યાર્થીએ આપી પરીક્ષા - Sandesh
NIFTY 10,410.90 -15.95  |  SENSEX 33,835.74 +-21.04  |  USD 64.8200 -0.07
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Gujarat
  • પાટણ : ફોટા સાથે ચેડા કરી ડમી વિદ્યાર્થીએ આપી પરીક્ષા

પાટણ : ફોટા સાથે ચેડા કરી ડમી વિદ્યાર્થીએ આપી પરીક્ષા

 | 6:47 pm IST

પાટણ શહેર સહિત જીલ્લામાં ધો.૧૦ અને ૧ર ની બોર્ડની પરીક્ષાના ત્રીજા દિવસે સવારના સેશનમાં ધો.૧૦ માં વિજ્ઞાાન અને ટેકનોલોજીનું પ્રશ્નપત્ર હોઈ જેમાં પરીક્ષા દરમ્યાન બે ડમી વિધાર્થીઓ ઝડપયા હતા. જ્યારે રાધનપુરમાં એક કોપી કેસ ઝડપાયો હતો.

પાટણ જીલ્લામાં ધો.૧૦ અને ૧ર ની બોર્ડની પરીક્ષાનો શાંતિમય માહોલમાં પ્રારંભ થવા પામ્યો છે ત્યારે આજે ત્રીજા દિવસે ધો.૧૦ માં વિજ્ઞાન અને ટેકનોલોજીનું પ્રશ્નપત્ર હોઈ જેમાં ર૬૩૦૭ વિધાર્થીઓ પૈકી રપ૬૮૮ વિધાર્થીઓએ પરીક્ષા આપી હતી. જ્યારે 619 વિધાર્થીઓ ગેરહાજર રહેવા પામ્યા હતા. પરીક્ષા દરમ્યાન પાટણની ખાનગી શાળામાંથી બે ડમી વિધાર્થીઓ શાળા સંચાલક દ્વારા ઝડપી પાડવામાં આવ્યા હતા. જેમાં ઠાકોર અશોકકુમાર મશરૃભાઈ રહે.સમી, શાળા જય ભારત હાઈસ્કૂલ સમીમાં અભ્યાસ કરતો હોઈ જેની જગ્યાએ ઠાકોર ગોવિદભાઈ લાલુભાઈ (રહે.સમીવાળો) પરીક્ષા આપવા બેસતા તેને ઝડપી પાડવામાં આવ્યો હતો. જ્યારે ચૌધરી ભરતભાઈ મેઘરાજભાઈ (રહે.જારૃસા તા.સાંતલપુરવાળા)ની રીસીપ્ટમાં ફોટા સાથે ચેડા કરતા આસીફખાન નાગરખાન રહે.વારાહીવાળાને ઝડપી પાડી તેમની વિરૃધ્ધ કાયદેસરની કાર્યવાહિ હાથ ધરવામાં આવી હતી.

તો રાધનપુરમાં ધો.૧૦ ની પરીક્ષામાં અંજુમન શાળામાંથી ચોરી કરતો એક વિધાર્થી ઝડપાયો હતો તો ધો.૧ર માં સવારના સેશનમાં કૃષિ અને ડેરી પશુપાલનનું પ્રશ્નપત્ર હોઈ જેમાં ૧૪૯ વિધાર્થીઓ પૈકી ૧૪૬ વિધાર્થીઓએ પરીક્ષા આપી હતી અને ત્રણ વિધાર્થીઓ ગેરહાજર રહેવા પામ્યા હતા.