NIFTY 10,146.55 -64.30  |  SENSEX 32,389.96 +-194.39  |  USD 65.0350 +0.00
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Gujarat
  • સુરેન્દ્રનગરમાંથી ડુપ્લિકેટ દારૂની મીની ફેકટરી ઝડપાઈ: શખ્સ ફરાર

સુરેન્દ્રનગરમાંથી ડુપ્લિકેટ દારૂની મીની ફેકટરી ઝડપાઈ: શખ્સ ફરાર

 | 6:22 pm IST

સુરેન્દ્રનગરમાં ડુપ્લિકેટ ઇંગ્લિશ દારૂ બનાવવાની મીની ફેકટરીને એલસીબી, એસઓજી અને એ-ડીવીઝન પોલીસે ઝડપી લઈને પર્દાફાશ કરી નાંખ્યો છે. જેમાં પોલીસની ટીમે પાણી ટાંકી રોડ ઉપર આવેલ આઈ.ઓ.સી. કોલોની સામે આવેલ વંડામાં આકસ્મીક રેડ પાડીને ડુપ્લિકેટ ઇંગ્લિશ દારૂ, બેરલ, બોટલ શીલ કરવાનું મશીન સહિતના સાધનોને ઝડપી લીધા છે. જયારે આ બનાવમાં શખ્સ નાસી છૂટયો હોવાનું ખુલવા પામ્યુ છે. આથી નાસી છૂટેલ શખ્સ સામે ફરિયાદ નોંધાતા વધુ તપાસ પોલીસે હાથ ધરી છે.

સુરેન્દ્રનગરમાં ડુપ્લિકેટ ઇંગ્લિશ દારૂ બનાવવાની મીની ફેકટરી ધમધમતી હોવાની સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ અધિક્ષક દિપકકુમાર મેઘાણીને બાતમી મળી હતી. આથી એલસીબી, એસઓજી અને એ-ડીવીઝન પોલીસે ડુપ્લિકેટ દારૂ બનાવવાની મીની ફેકટરી ઝડપી લઈને પર્દાફાશ કરી નાંખ્યો છે. જિલ્લામાં ચાલતી પ્રોહી અંગેની પ્રવૃતિ નેસ્ત નાબુદ કરવાની એસ.પી. મેઘાણીની સૂચનાથી પીએસઆઈ એ.ડી.પરમાર, કે.આર.સીસોદીયા તથા સ્ટાફના ભગીરથસિંહ, અજયસિંહ, એસઓજી શાખાના રણજીતસિંહ, દાજીરાજસિંહ તથા સુરેન્દ્રનગર એ-ડીવીઝન પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ પીએસઆઈ વી.એફ.ઝાલા તથા ખોડાભાઈ, લાલજીભાઈ, મહીપતસિંહ સહિત ત્રણેય પોલીસ ટુકડીએ સુરેન્દ્રનગર કર્મયોગી સોસાયટી પાસે પાણીની ટાંકી રોડ, આઈ.ઓ.સી.કોલોની સામે આવેલ વંડામાં ઓચીંતી રેડ પાડી હતી.

રેડ દરમિયાન વિશ્વજીતસિંહ સુરપાલસિંહ ઝાલા (રે.કૃષ્ણનગર-સુરેન્દ્રનગર) નાસી છૂટયો હોવાનું પોલીસ પાસેથી જાણવા મળ્યુ છે. જયારે પોલીસે વંડાની ઓરડીમાંથી ગેરકાયદેસર રીતે રાખેલ ૬પ બોટલ ડુપ્લિકેટ ઇંગ્લિશ દારૂ, બેરલ, ૧પ૦ લીટર ડુપ્લિકેટ દારૂ તથા ર૦ લીટર સ્પિરીટ અને દારૂની બોટલ શીલ કરવાનું મશીન સહિત કુલ મુદ્દામાલ રૃ.૩પ,૮૪૦ નો ઝડપાઈ જવા પામ્યો છે. આથી પોલીસે નાસી છૂટેલ શખ્સ સામે એ-ડીવીઝન પોલીસ મથકે ગુનો દાખલ કરી વધુ તપાસ પીએસઆઈ વાય.જી. માથુકીયા ચલાવી રહ્યા છે.