duration of TET is until a three-tier system of national education policy is decided
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Ahmedabad
  • રાષ્ટ્રીય શિક્ષણનીતિની ત્રિ-સ્તરી પદ્ધતિ નક્કી ન થાય ત્યાં સુધી ‘ટેટ’ની અવધી

રાષ્ટ્રીય શિક્ષણનીતિની ત્રિ-સ્તરી પદ્ધતિ નક્કી ન થાય ત્યાં સુધી ‘ટેટ’ની અવધી

 | 8:48 am IST
  • Share

  • ટેટ પ્રમાણપત્રની અવધિ નક્કી કરવામાં શિક્ષણમંત્રીનો વિચિત્ર તર્ક

  • કેન્દ્ર સરકારે તો ટેટની અવધિ આજીવન કરવાનો ક્યારનોય નિર્ણય કર્યો

પ્રાથમિક શિક્ષકની ભરતી માટેની શિક્ષક યોગ્યતા કસોટી (ટેટ)ના પ્રમાણપત્રની અવધી નક્કી કરવામાં શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ વિચિત્ર તર્ક રજૂ કરતાં શિક્ષણ નિષ્ણાંતોમાં પણ ચર્ચાનો વિષય બન્યો છે. ટેટ પ્રમાણપત્રની અવધી અંગે શિક્ષણમંત્રીએ એવો તર્ક રજૂ કર્યો છે કેે, રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-2020 અંતર્ગત ત્રિ-સ્તરી પદ્ધતિ નક્કી ન થાય ત્યાં સુધી આ પ્રમાણપત્રની અવધી રહેશે. મહત્વની વાત તો એ છે કે, રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ઘડનાર કેન્દ્ર સરકારે તો ટેટના પ્રમાણપત્રની અવધી આજીવન કરવાનો ક્યારનોય નિર્ણય લઈ લીધો છે અને તેના સંદર્ભે પરિપત્ર પણ પ્રસિદ્ધ થઈ ગયો છે.

રાજ્યની પ્રાથમિક અને માધ્યમિક શાળાના શિક્ષકો માટે વર્ષ-2011થી શિક્ષક યોગ્યતા કસોટી લેવામાં આવે છે. પ્રાથમિક શિક્ષક માટે લેવાતી ટેટની પરીક્ષાના પ્રમાણપત્રની અવધી આજીવન કરવાનો કેન્દ્ર સરકાર દ્વારા નિર્ણય કરાયો હતો. પરંતુ ગુજરાતમાં હજુ સુધી આ સંદર્ભે કોઈ નિર્ણય લેવાયો નહોતો. જૂના નિયમ પ્રમાણે કેન્દ્ર સરકારે આ પ્રમાણપત્રની અવધી 7 વર્ષ માટે નક્કી કરી હતી જ્યારે ગુજરાતમાં આ પ્રમાણપત્ર 5 વર્ષ સુધી માન્ય ગણાય છે. રાજ્ય સરકાર પણ આ મુદ્દે ઝડપથી નિર્ણય લે તેવી માંગ ઉઠી હતી. જે સંદર્ભે આજે શિક્ષણ મંત્રીએ પત્રકાર પરિષદમાં ટેટના પ્રમાણપત્રની અવધી અંગે જાહેરાત કરી હતી. જેમાં તેમણે જણાવ્યુ હતુ કે, રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-2020 બની રહી છે. જે સંદર્ભે ત્રિ-સ્તરી પદ્ધતિ અમલી બનવાની છે. જેથી આ પદ્ધતિનો જ્યાં સુધી ઔઅમલ ન થાય ત્યાં સુધી આ પ્રામણપત્રની વેલિડીટી રહેશે. આગામી દિવસોમાં રાજ્યની સ્કૂલોમાં 3,300 જેટલી જગ્યા પર શિક્ષકની ભરતી થશે તેવી શિક્ષણમંત્રીએ જાહેરાત કરી છે. લાંબા સમયથી શિક્ષકની ભરતી સંદર્ભે શિક્ષણ વિભાગમાં ચર્ચા ચાલી રહી હતી.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો