દુર્ગાપૂજા, દિવાળીના તહેવાર નિમિત્તે સ્પેશિયલ ટ્રેનો દોડાવવામાં આવશે, આ રહી ટ્રેનોની યાદી - Sandesh
  • Home
  • Ahmedabad
  • દુર્ગાપૂજા, દિવાળીના તહેવાર નિમિત્તે સ્પેશિયલ ટ્રેનો દોડાવવામાં આવશે, આ રહી ટ્રેનોની યાદી

દુર્ગાપૂજા, દિવાળીના તહેવાર નિમિત્તે સ્પેશિયલ ટ્રેનો દોડાવવામાં આવશે, આ રહી ટ્રેનોની યાદી

 | 8:20 am IST

અમદાવાદ :

દુર્ગા પૂજા અને દિવાળીના તહેવારમાં  પશ્ચિમ રેલવે દ્વારા અમદાવાદ-દિલ્હી સરાય રોહિલ્લા, ગાંધીધામ-બાંદ્રા અને ઓખા-બાંદ્રા વચ્ચે સ્પેશ્યલ ટ્રેનો દોડાવશે. જેનું રિઝર્વેશન 7 અને 8 ઓક્ટોબરથી શરૂ થશે. ટ્રેન નં.09413 અમદાવાદ-દિલ્હી સરાય રોહિલ્લા એસી સુપરફાસ્ટ સ્પેશ્યલ તા.27 ઓક્ટોબર, 3, 10, 17 નવેમ્બરે અમદાવાદથી સાંજે 4-10 વાગ્યે ઉપડીને બીજા દિવસે સવારે 6-50 વાગ્યે દિલ્હી સરાય રોહિલ્લા પહોંચશે. પરત ટ્રેન 28 ઓક્ટોબર, 4, 11, 18 નવેમ્બરે સાંજે 3-50 વાગ્યે ઉપડીને પછીના દિવસે સાંજે 7 વાગ્યે અમદાવાદ પહોંચશે.

બાંદ્રા-ગાંધીધામ સુપરફાસ્ટ સાપ્તાહિક સ્પેશ્યલ ટ્રેન 27 ઓક્ટોબર, 3, 10, 17 નવેમ્બરે મધ્ય રાત્રે 00.25 વાગ્યે બાંદ્રાથી ઉપડીને બપોરે 1-50 વાગ્યે ગાંધીધામ પહોંચશે. પરતમાં 27 ઓક્ટોબર, 3, 11, 18 નવેમ્બરે સાંજે 4-35 વાગ્યે ગાંધીધામથી ઉપડીને પછીના દિવસે સવારે 6-15 વાગ્યે બાંદ્રા ટર્મિનસ પહોંચશે.

ઓખા-બાંદ્રા ટર્મિનસ સુપરફાસ્ટ સાપ્તાહિક સ્પેશ્યલ ટ્રેન 30 ઓક્ટોબર, 6, 13, 20 નવેમ્બરે સાંજે 5 વાગ્યે ઓખાથી ઉપડીને પછીના દિવસે સવારે 10-15 વાગ્યે બાંદ્રા પહોંચશે. પરત 31 ઓક્ટોબર, 7, 14, 21 નવેમ્બરે રાત્રે 11-55 વાગ્યે બાંદ્રાથી ઉપડીને પછીના દિવસે સાંજે 5-35 વાગ્યે ઓખા પહોંચશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન