during corona virus bsnl 18 rupees combo recharge plan free calling
  • Home
  • Featured
  • લોકડાઉનમાં BSNLએ લોન્ચ કર્યો ધાંસુ પ્લાન, માત્ર 18 જ રૂપિયામાં મળશે આટલી સુવિધાઓ

લોકડાઉનમાં BSNLએ લોન્ચ કર્યો ધાંસુ પ્લાન, માત્ર 18 જ રૂપિયામાં મળશે આટલી સુવિધાઓ

 | 11:32 am IST

હાલમાં કોરોનાના કારણે લોકો ઘરમાં છે એટલે સામાન્ય કરતાં વધારે સમય ફોનનો ઉપયોગ થયો હોય છે. એવામાં પહેલેથી જ ટેલિકોમ કંપનીઓની વચ્ચે સસ્તા પ્લાનને લઈ યુદ્ધ ચાલી રહ્યું છે. ગ્રાહકોને આકર્ષવા માટે બધી જ કંપની એકબીજા કરતાં વધારે સસ્તા પ્લાન લૉન્ચ કરી રહ્યા છે. હવે બીએસએનએલ (BSNL)એ પણ પોતાના ગ્રાહકો માટે સારા અને સસ્તા પ્લાન લોન્ચ કર્યા છે.

કંપનીએ લેટેસ્ટ કૉમ્બો 18 રૂપિયાના પ્રીપેડ રિચાર્જને વધુ એક સર્કલ માટે લૉન્ચ કરી દીધું છે. BSNLના જોરદાર પ્લાનની કિંમત માત્ર 18 રૂપિયા છે. જેમાં ગ્રાહકોને ફ્રી કૉલિંગ જેવી સુવિધા આપવામાં આવે છે. BSNLના આ પ્લાનની વેલિડિટી બે દિવસની છે. કૉલિંગની વાત કરીએ તો કંપનીના કોમ્બો 18 પ્લાનમાં યૂઝર્સને BSNL નંબરની સાથે બીજા નંબરો ઉપર પણ ફ્રી કોલિંગની સુવિધા મળે છે.

આ પ્લાનમાં ગ્રાહકોને દરરોજ 1.8GB હાઈસ્પીડ ડેટા મળે છે. તેમજ 250 મિનિટ ફ્રી કોલિંગની સુવિધા મળી રહી છે. આ પ્લાન હાલ છત્તીસગઢ, ચંદીગઢ, ચેન્નઈ, દમણ અને દીવ, દાદરા અને નગર હવેલી, ગુજરાત, ગોવા, હરિયાણા, હિમાચલ પ્રદેશ, જમ્મુ અને કાશ્મીર, કર્ણાટક, કેરળમાં ઉપલબ્ધ છે.

આ વીડિયો પણ જુઓ: રેપો રેટમાં ઘટાડાની RBIની જાહેરાત

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન