ચાલુ મેચે બની ભયંકર ઘટના, મેદાન પર ઉતારવામાં આવી એયર એમ્બ્યુલન્સ - Sandesh
  • Home
  • Sports
  • Cricket
  • ચાલુ મેચે બની ભયંકર ઘટના, મેદાન પર ઉતારવામાં આવી એયર એમ્બ્યુલન્સ

ચાલુ મેચે બની ભયંકર ઘટના, મેદાન પર ઉતારવામાં આવી એયર એમ્બ્યુલન્સ

 | 4:56 pm IST

ક્રિકેટની રમતમાં જ્યારે ખેલાડીઓ ઘાયલ થાય છે ત્યારે મેદાન બહાર તેમને તરત જ સારવાર મળી રહે છે. જો ઇજા ગંભીર હોય તો મેચ દરમિયાન જ હૉસ્પિટલ જઇને સ્કેન કરાવે છે. જો કે આ દરમિયાન મેચ ચાલતી રહે છે, બંધ નથી થતી, પરંતુ ઇંગ્લેન્ડની એક કાઉન્ટી ક્રિકેટ મેચમાં ન તો કોઇ ખેલાડી ઘાયલ થયો કે ના મેદાન પર વરસાદ આવ્યો તેમ છતા રમત 35 મિનિટ અટકાવવામાં આવી હતી. એટલું જ નહી એયર એમ્બયુલન્સ પણ મેદાન પર ઉતારવામાં આવી હતી.

મૈન્ચેસ્ટરનાં ઑલ્ડ ટ્રેફર્ડ મેદાન પર કાઉન્ટી ક્રિકેટની મેચ ચાલી રહી હતી. આ મેચ લેંકશાયર એસેક્સ વચ્ચે રમાઇ રહી હતી. મેચનાં ત્રીજા દિવસે 64મી ઑવર ચાલી રહી હતી ત્યારે અચાનક એયર એમ્બ્યુલન્સ ઉતારવામાં આવી હતી. મેદાન પર એક પુરૂષ દર્શકની બીમારીને કારણે એયર એમ્બ્યુલન્સ ઉતારવામાં આવી હતી.

પુરૂષ દર્શક પેવેલિયનમાં બેભાન થઇને પડી ગયો હતો જેના કારણે 3 એયર એમ્બ્યુલન્સ મેદાન પર ઉતારવામાં આવી હતી. આ મેડિકલ ઇમરજન્સી કેસ હતો. બીમારને હૉસ્પિટલ લઇ જવા માટે આવુ કરવામાં આવ્યુ હતુ.