During the lockdown, Vidya Say Thanks to the cleaning staff
  • Home
  • Entertainment
  • Bollywood
  • સફાઇ કર્મચારીને જોતા જ વિદ્યા બાલને કર્યું કંઇક એવું કે સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ

સફાઇ કર્મચારીને જોતા જ વિદ્યા બાલને કર્યું કંઇક એવું કે સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ

 | 6:00 pm IST

કોરોના વાયરસે સમગ્ર દેશની મુશ્કેલીઓ વધારી નાંખી છે. તેના પ્રકોપને રોકવા માટે સરકારે 21 દિવસ માટે સંપૂર્ણ દેશમાં લોકડાઉન લગાવી દીધુ છે. આ લોકડાઉનમાં કોઇને પણ કારણ વીના ઘરની બહાર નિકળવાની પરવાનગી નથી, લોકડાઉનમાં માત્ર પોલીસ, ડોક્ટર-નર્સ, મીડિયાકર્મી અને સફાઇકર્મીને નિકળવાની પરવાનગી છે. આ તમામ લોકો લોકડાઉનના આ સમયમાં પોતાનું કામ સંપૂર્ણ નિષ્ઠા સાથે કરી રહ્યા છે.

ત્યાં જ આ લોકોનું જનૂન વધારવા માટે ગણા લોકો તેમનો આભાર પણ માની રહ્યા છે. આવું જ કંઇ બોલિવૂડની પ્રખ્યાત અભિનેત્રી વિદ્યા બાલને પણ કર્યું છે. જી હાં, વિદ્યાએ સોશિયલ મીડિયામાં એક મહિલા સફાઇકર્મીનો આભાર માન્યો છે. વિદ્યાએ પોતાના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો અને સ્ટોરીમાં એક મહિલા સફાઇ કર્મચારીની તસવીર શેર કરી છે અને તેનો આભાર પણ માન્યો છે.

View this post on Instagram

Vidya being Vidya…!🥰🥰👌👍 #bollywood

A post shared by Vidya Balan Fan (@vidyabalanfan) on

વિદ્યા બાલને પોતાની ઇન્સ્ટા સ્ટોરી પર મહિલાની તસવીરના કેપ્શનમાં લખ્યુ,’આભાર ભગવાન તમારું અને તમારા પરિવારનું ભલૂ કરે.’ આ મહિલાનો કચરો ઉપાડતા વિદ્યા બાલને વીડિયો પણ પોસ્ટ કર્યો છે. વીડિયોમાં મહિલા કચરો સાફ કરતી નજર આવી રહી છે. ત્યાં જ વીડિયોમાં વિદ્યા બાલન બૂમો પાડીને મહિલાનો આભાર માને છે અને વીડિયોમાં તેનો અવાજ પણ સંભળાય છે. અભિનેત્રીએ આ આભાર લોકડાઉનમાં નિરંતર કામ કરતા કર્મચારીઓની મહેનતને જોઇ કર્યો છે.

વિદ્યા બાલનની આ પોસ્ટ પર સોશિયલ મીડિયા યૂઝર્સ અને તેમના ફેન્સ પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. વાત કરીએ સંપૂર્ણ દેશમાંમ ફેલાયેલા કોરોના વાયરસની તો આ ખતરનાક વાયરસે 2900થી વધુ લોકોને પોતાની ઝપેટમાં લઇ લીધા છે. જ્યારે આથી મરનારા લોકોની સંખ્યા 68 પર પહોંચી ગઇ છે.

આ વીડિયો પણ જુઓ : N – 95 માસ્કની વિશ્વમાં અછત – CM રૂપાણી

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન