Viral Video: માલિકને કસરત ના કરવા દેવા મસ્તીખોર શ્વાને કરી આવી હરકત – Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Videos
  • Featured Videos
  • Viral Video: માલિકને કસરત ના કરવા દેવા મસ્તીખોર શ્વાને કરી આવી હરકત

Viral Video: માલિકને કસરત ના કરવા દેવા મસ્તીખોર શ્વાને કરી આવી હરકત

 | 7:27 pm IST
  • Share

ઘરમાં રહેતા પાલતુ પ્રાણી જેમ કે કૂતરા અને બિલાડી ઘરના સભ્યો માફક હોય છે. તેમની સંભાળ પણ ઘરના બાળકો માફક રાખવામાં આવે છે. સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે. જેમા એક વ્યક્તિ પોતાના ઘરમાં મૈટ (Yoga Mat) પાથરીને વર્કઆઉટ કરી રહ્યો છે પરંતુ તેનું પાલતુ કૂતરો તેને આવું કરવાથી રોકી રહ્યો છે. આ વીડિયોને જોઇ તમે તમારૂં હસાવનું રોકી નહી શકો.

આઇપીએસ ઓફિસર દીપાંશુ કાબરાએ પોતાના ટ્વીટર એકાઉન્ટ પર પ્રેરક અને ફની વીડિયો શેર કરતા રહે છે. તાજેતરમાં જ તેમણે એક વ્યક્તિનો વીડિયો શેર કર્યો છે, જે પોતાના ઘરમાં મૈટ પાથરીને કસરત કરવાની કોશિશ કરી રહ્યો છે. ત્યારે જ તેનો પાલતુ ડોગ ત્યાં આવી જાય છે અને તેને ચાટવા લાગે છે. આ વ્યક્તિ હસતા ચેહરે તેનાથી ચેહરો ફેરવી નાંખે છે પરંતુ તેનો પાલતુ ડોગ ત્યાંથી હટવાનું નામ નથી લેતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન