Dussehra of increase Rs. 50 per kg in sweets and Farsan Rs.40
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Gujarat
  • દશેરાએ મીઠાઈમાં કિલોએ રૂ.50, ફરસાણમાં રૂ. 40નો વધારો

દશેરાએ મીઠાઈમાં કિલોએ રૂ.50, ફરસાણમાં રૂ. 40નો વધારો

 | 8:45 am IST
  • Share

  • પેટ્રોલ, ડીઝલ, દૂધ, તેલ સહિતની ચીજવસ્તુમાં થયેલા ભાવવધારાની અસર

  • મીઠાઈનો ભાવ રૂ. 480થી 1200

દશેરાએ મોંઘવારીનો ‘રાવણ’ આ વખતે ગરીબ અને મધ્યમ વર્ગના પરીવારોના ઘરનું બજેટ ઉપર તરાપ મારનાર છે વિજ્યાદશમીના પર્વની રાજકોટમાં ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે પરતું આ વખતે તહેવારને મોંઘવારીનો બેવડો માર પડયો છે. દૂધ, તેલ, પેટ્રોલ-ડિઝલ સહિતની ચીજવસ્તુઓમાં બેફામ ભાવવધારાના કારણે મીઠાઈમાં કિલોએ રૃા.50 અને ફરસાણમાં કિલોએ રૃા. 40નો વધારો કરવામાં આવ્યો છે.

રાજકોટમાં હોલસેલ મીઠાઈ બનાવનાર શિવ શકિત ડેરીના સંચાલક જગદીશ અકબરીએ જણાવ્યું હતું કે દૂધ, તેલ, લોટના ભાવમાં વધારો થતા આ વખતે મીઠાઈ મોંઘી બની ગઈ છે દશેરાના તહેવાર ઉપર રાજકોટમાં 60 હજાર કિલો મીઠાઈનું વેંચાણ થાય છે ગત વર્ષે શહેરમાં મીઠાઈના ભાવ 440 આસપાસ હતો તેમાં આ વર્ષે રૃા.40-50નો વધારો થયો છે. જયારે ફરસાણનું 25000 કિલો આસપાસ વેંચાણ થાય છે વિવિધ કઠોળના ભાવમાં વધારો થતા લોટના ભાવ વધ્યા છે. આ વખતે ફરસાણમાં કિલોએ રૃા.40નો વધારો થયો છે.

દશેરાના તહેવારમાં રાજકોટમાં એક જ દિવસમાં રૃા.8થી10 કરોડની મીઠાઈનું વેંચાણ થવાનો અંદાજ છે. ચાલુ વર્ષે મીઠાઈના ભાવમાં વધારો થતા આ વર્ષે રાજકોટવાસીઓ ઉપર મીઠાઈ ખરીદીમાં રૃા.30 લાખનો અને ફરસાણમાં રૃા.10 લાખનો વધારાનો બોજ પડનાર હોવાનું વેપારી સુત્રોએ જણાવ્યું હતું.  

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો