dussehra sindoor khela video viral bipasha basu with karan singh grover
  • Home
  • Videos
  • Featured Videos
  • VIDEO: આ છે બોલિવૂડનાં કહેવાતા સુપરસ્ટાર, જેને લગ્ન કરતાં આવડે પણ સિંદુર પુરતા નહીં!

VIDEO: આ છે બોલિવૂડનાં કહેવાતા સુપરસ્ટાર, જેને લગ્ન કરતાં આવડે પણ સિંદુર પુરતા નહીં!

 | 1:24 pm IST

બિપાશા બાસુ અને તેના પતિ કરણ સિંહ ગ્રોવરનો એક વીડિયો સોશિયલ મીડિયામાં હાલમાં ખુબ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો દુર્ગા પુજાના સમયનો છે. બિપાશાએ આ વીડિયો ખુદ શેર કર્યો છે કે જેમાં કરણની એક મસમોટી ભૂલ બતાવવામાં આવી છે અને જેનાં કારણે લોકો એને ટ્રોલ કરી રહ્યા છે.

બંગાળમા વિજયા દશમીનાં દિવસે આ ખેલ રમાવામાં આવે છે કે જેને સિંદુર ખેલા પણ કહેવામાં આવે છે. બિપાશા બસુ અને કરણ સિંહ ગ્રોવરનાં વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે કરણ બિપાસાને ઉંધી રીતે સિંદુર પુરી રહ્યો છે. ત્યારે જ કોઈ શખ્સ એનો હાથ પકડે છે અને સીધી રીતે સિંદુર કેમ લગાવવો એ કહે છે.

વીડિયોમાં આગળ બતાવવામાં આવ્યું છે કે પછી બિપાશા પણ કરણને પણ ગાલ પર સિંદુર લગાવે છે. બિપાશાનો આ વીડિયો હાલમાં ખુબ ચર્ચામાં છે અને વાયરલ થઈ રહ્યો છે. 4 લાખ લોકોથી પણ વધુ લોકો સુધી આ વીડિયો પહોંચી ગયો છે અને હજુ શેર થઈ રહ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન