Dust layer in Mumbai
  • Home
  • Featured
  • દેશની આર્થિક રાજધાની પર ધૂળની ચાદર પથરાઈ, ચોમાસું પાછું ફરવાના એંધાણ

દેશની આર્થિક રાજધાની પર ધૂળની ચાદર પથરાઈ, ચોમાસું પાછું ફરવાના એંધાણ

 | 9:13 am IST

શહેર અને ઉપનગરમાં ઓક્ટોબર હીટ ચાલી રહી શહેરમાં ઉકળાટનું પ્રમાણ વધવાને કારણે મુંબઈવાસીઓ ત્રસ્ત થઇ ગયા છે. ઉકળાટની સાથે સાથે મુંબઈગરાને ધૂળનો ત્રાસ પણ સહન કરવો પડી રહ્યો છે. સફર નામની વેબસાઇટ પર હવામાં ધૂળનું પ્રમાણ કેટલું તેના હાથ ધરાયેલા સરવે અનુસાર વરલી વિસ્તાર સૌથી વધુ ધૂળિયો હોવાનું જાણવા મળ્યું છે. ધૂળનું પ્રમાણ ઓછું કરવા માટે વૃક્ષો રોપવાની અપીલ પર્યાવરણપ્રેમીઓએ કરી છે. જોકે એવું પણ મનાઈ રહ્યું છે કે ધૂળ ઊડવી એ મોન્સૂન આવવાની નિશાની છે.

ધૂળનું પ્રમાણ ઓછું કરવા માટે વૃક્ષો રોપવાની અપીલ પર્યાવરણપ્રેમીઓએ કરી છે. જોકે એવું પણ મનાઈ રહ્યું છે કે ધૂળ ઊડવી એ મોન્સૂન આવવાની નિશાની છે.

મોન્સૂનની ફરી એન્ટ્રી અને ઓક્ટોબર મહિનાના ઉકળાટને કારણે વાતાવરણમાં ધૂળનું પ્રમાણ વધ્યું છે. વરલીમાં ધૂળનું પ્રમાણ સૌથી વધુ 322 પર પહોંચ્યું હતું. આ પ્રમાણ હવાની ગુણવત્તામાં સૌથી ખરાબ પ્રમાણ હોવાનું સફર વેબસાઇટ પર જણાવવામાં આવ્યું હતું. શહેરમાં મઝગાંવ, કોલાબા, પશ્ચિમ ઉપનગરમાં બોરીવલી, મલાડ, અંધેરી, પૂર્વ ઉપનગરમાં ભાંડુપ, બાંદ્રા-કુર્લા કોમ્પ્લેક્સ, ચેમ્બૂર અને નવી મુંબઈ ખાતે હવાની ગુણવત્તાને ભારે પ્રમાણમાં ઘસરકો લાગ્યો છે.

વાતાવરણમાં આવી સ્થિતિ ઊભી થવાને કારણે બહુમાળી બિલ્ડિંગો પણ ધૂંધળી દેખાતી હોવાનું ચિત્ર ઊભું થયું છે. સવારથી જ અકળાવનારી ગરમી અને તેમાં પણ સાંજે અને રાતે પણ ગરમ હવા પ્રસરી રહી હોવાને કારણે મુંબઈવાસીઓ હેરાનપરેશાન થઈ ગયા છે. જોકે એવું કહેવાય છે કે હવામાનમાં થયેલો પલટો પાછોતરા વરસાદ પડે તેની નિશાની છે.

હવામાં ગુણવત્તાના પ્રમાણમાં વધારો

મોન્સૂન પૂરો થવાની અને શિયાળાની મોસમ શરૂ થતાં પૂર્વે હવાની ગુણવત્તાના પ્રમાણમાં વધારો થતો જોવા મળતો હોય છે. મુંબઈ પ્રાદેશિક હવામાન ખાતાના ડેપ્યુટી ડિરેક્ટર જનરલ કૃષ્ણાનંદ હોસાળીકરે જણાવ્યું હતું કે મોન્સૂનની મોસમ પૂરી થયા બાદ ધૂળનું પ્રમાણ વધે છે. વરસાદમાં જમીન પર સ્થિર થયેલી ધૂળ વરસાદ પૂરો થયા બાદ હવામાં ભળી જતી હોય છે.

મુંબઈ પ્રાદેશિક હવામાન ખાતાના ડેપ્યુટી ડિરેક્ટર જનરલ કૃષ્ણાનંદ હોસાળીકરે જણાવ્યું હતું કે મોન્સૂનની મોસમ પૂરી થયા બાદ ધૂળનું પ્રમાણ વધે છે. વરસાદમાં જમીન પર સ્થિર થયેલી ધૂળ વરસાદ પૂરો થયા બાદ હવામાં ભળી જતી હોય છે.

આ જ કારણથી શહેરમાં હાલમાં ધૂળની ચાદર પથરાઈ છે. વરલીમાં ધૂળનું પ્રમાણ સૌથી વધુ 322 જોવા મળ્યું હતું ત્યાર પછી અંધેરીમાં 194, બીકેસીમાં 169, બોરીવલીમાં 113, મઝગાંવમાં 109, ભાંડુપમાં 93, ચેમ્બૂરમાં 76, મલાડમાં 74, કોલાબામાં 74 અને નવી મુંબઈમાં 178 પ્રમાણ જોવા મળ્યું હતું.