Dust storm originating in Afghanistan likely to hit North India
  • Home
  • Featured
  • પાકિસ્તાન તરફથી આવી રહ્યો છે આ ખતરો, સમગ્ર ઉત્તર ભારતમાં મચશે હાહાકાર

પાકિસ્તાન તરફથી આવી રહ્યો છે આ ખતરો, સમગ્ર ઉત્તર ભારતમાં મચશે હાહાકાર

 | 2:38 pm IST

ભીષણ ગરમીની માર ઝેલી રહેલી રાજધાની દિલ્હીમાં આગામી બે દિવસ મુશ્કેલીભર્યા રહેશે. કેન્દ્ર સરકારની સંસ્થા સફર ઈન્ડિયાના પ્રમાણે પાકિસ્તાન અને અફઘાનિસ્તાનથી એક ધૂળનું મોટું તોફાન બુધવારે દિલ્હી અને એનસીઆર સહિત સમગ્ર ઉત્તર ભારતને પોતાની ચપેટમાં લઈ શકે છે. આ તોફાનને લઈ સફર ઈન્ડિયાએ મોડી રાત્રે એલર્ટ પણ જાહેર કર્યું છે. સંસ્થાના કહેવા પ્રમાણે, મંગળવારે પાકિસ્તાનના કરાચી અને અફઘાનિસ્તાનના સિસ્તાન બેસિન શહેરમાં ધૂળનું એક મોટું તોફાન ઉઠ્યું હતું.

સમગ્ર ઉત્તર ભારતમાં હાહાકાર મચાવશે તેવી આશંકા છે. બુધવારે ઉત્તર ભારતના મોટા ભાગના હિસ્સાઓને તે પોતાની ચપેટમાં લેશે. આ તોફાન રાજસ્થાન, દિલ્હી, એનસીઆરમાં ધૂળની ડમરીઓ ઉડશે, જેના કારણે હવાની ગુણવત્તા પણ પ્રભાવિત થશે, અને પીએમ 2.5 અને 10ની માત્રામાં વધારો થશે.

આ તોફાનમાં 40-50 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. હવામાન વિભાગ પાસેથી મળેલી જાણકારી મુજબ, આ તોફાનની ચપેટમાં અજમેર, અલવર, બાંસવાડા, બારાં, ભરતપુર, ભીલવાડા, બૂંદી, દૌસા, ધૌલપુર, જયપુર, ઉદયપુર સહિતનાં શહેરોને પોતાની ચપેટમાં લઈ શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન