એરપોર્ટ પર ડયૂટી ફ્રી સ્ટોરમાંથી એક જ બોટલ દારૂ આપવાનો સરકારનો પ્રસ્તાવ - Sandesh
  • Home
  • Business
  • એરપોર્ટ પર ડયૂટી ફ્રી સ્ટોરમાંથી એક જ બોટલ દારૂ આપવાનો સરકારનો પ્રસ્તાવ

એરપોર્ટ પર ડયૂટી ફ્રી સ્ટોરમાંથી એક જ બોટલ દારૂ આપવાનો સરકારનો પ્રસ્તાવ

 | 2:33 am IST

। નવી દિલ્હી ।

કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયે ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ડયૂટી ફ્રી લિકર શોપમાંથી દારૂ ખરીદવાની હાલની મર્યાદા બે બોટલથી ઘટાડીને એક બોટલ કરવાનો તથા સિગારેટના પેકેટની સંખ્યા ઘટાડવાનો પ્રસ્તાવ નાણા મંત્રાલયે મોકલી આપ્યો છે. થોડા વખત પહેલાં સિગારેટના પેકેટની સંખ્યા ૨૦૦થી ઘટાડીને ૧૦૦ કરાઈ હતી. આગામી સમયમાં તેમાં પણ ઘટાડો થવાની શક્યતાઓ છે.

વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયેલે એવું જણાવ્યું કે ખરાબ વસ્તુઓની એન્ટ્રી અટકાવવા તથા ભારતના નિયમોને વૈશ્વિક નિયમોને અનુરૂપ બનાવવા માટે આ પ્રસ્તાવ તૈયાર કરાયો છે. નાની કે મોટી વસ્તુનો સવાલ નથી. જીએસટી હેઠળ પણ દારૂનો સમાવેશ કરાયો નથી, એક રાષ્ટ્ર તરીકે આપણે દારૂની આયાતને પ્રોત્સાહન આપતા નથી. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયના એક સિનિયર અધિકારીએ કહ્યું કે સરકાર બિનજરૂરી વસ્તુઓની આયાતને ઘટાડવાની પણ તૈયારી કરી રહી છે. તેમણે કહ્યું કે હાલના સમયમાં કોઈ વિદેશી પ્રવાસી ડયુટી ફ્રી દુકાનમાંથી  લગભગ રૂ. ૫૦,૦૦૦ ની ચીજવસ્તુઓ ખરીદી શકે છે તેની પર કોઈ  ઈમ્પોર્ટ ડયૂટી લાગતી નથી.જો નાણા મંત્રાલય વાણિજ્ય  મંત્રાલયનો આ પ્રસ્તાવ સ્વીકારે તો આ વખતના બજેટમાં તેની  જાહેરાત થવાની સંભાવના છે. સૂત્રોએ તો એવું પણ જણાવ્યું કે  વાણિજ્ય મંત્રાલયે મેક ઈન ઈન્ડીયાને પ્રોત્સાહન આપવા માટે  આગામી બજેટમાં કાગળ, પગરખાં, ચંપલ, રબ્બરનો સામાન, કોટેડ  કાગળ અને પેપર બોર્ડ સહિત ૩૦૦ ચીજવસ્તુઓ પર સીમા શુલ્ક કે  આયાત શુલ્કના દરોને ર્તાિકક બનાવવાનો પણ પ્રસ્તાવ આપ્યો  છે. હાલની વ્યવસ્થા અનુસાર વિદેશમાંથી આવનાર પ્રવાસીઓ એરપોર્ટ પરના ડયૂટી ફ્રી સ્ટોરમાંથી દારૂની બે બોટલ અને એક કાર્ટન સિગારેટ ખરીદી શકે છે. તો બીજી તરફ એસોસિએશન ઓફ પ્રાઈવેટ એરપોર્ટ ઓપરેટર્સે  દારૂની બોટલની મર્યાદા ૨ થી વધારીને ૪ કરવાનો પ્રસ્તાવ રજૂ  કર્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન