પુલવામા આતંકી હુમલા બાદ આર્મી જવાનની પત્નીએ કર્યો આપઘાત કારણ કે પતિ... - Sandesh
  • Home
  • Gujarat
  • પુલવામા આતંકી હુમલા બાદ આર્મી જવાનની પત્નીએ કર્યો આપઘાત કારણ કે પતિ…

પુલવામા આતંકી હુમલા બાદ આર્મી જવાનની પત્નીએ કર્યો આપઘાત કારણ કે પતિ…

 | 4:00 pm IST

હાલમાં દેશ આખો પુલવામામાં થયેલા આતંકી હુમલામાં શહીદ જવાનોના શોકમાં ગરકાવ છે ત્યારે દ્વારકામાં એક જવાનની પત્નીનો આપઘાત થયાની ઘટના પ્રકાશમાં આવી છે. પતિને દેશનું સુરક્ષા માટે ફરજ પર જવા માટે અટકાવતા પતિ ન માનતા પત્નીએ ઘરમાં આપઘાત કરી લીધો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા ખાતે આર્મી જવાનની પત્નીએ આપઘાત કરી લીધો છે જેના કારણે સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચી ગયો છે. પતિ ભુપેન્દ્રસિંહ જેઠવા કાશ્મીર ગુલમર્ગ ખાતે આર્મીમાં ફરજ બજાવતા હોઈ જેમની રજા પુરી થતા ફરજ પર જવાનું હોઇ પત્ની મીનાક્ષીબા જેઠવા પુલવામાંના આંતકવાદી હુમલાથી ગભરાઈ ગયા હોય પતિ ને ફરજ પર ન જવાનું કહ્યું પતું. પરંતુ ફોજી પતિ દ્વારા દેશની સુરક્ષા કાજે જવું જ પડે તેવી વાત કરતા ફોજીની પત્નીએ આત્મહત્યા કરી લીધી હતી.

હાલમાં ખંભાળિયા પોલીસ દ્વારા જવાનની પત્નીનો મૃતદેહને પી.એમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.

ઉલ્લેખનિય છે કે, તાજેતરમાં કાશ્મીરમાં પુલવામામાં થયેલા આતંકવાદી હુમલામાં સીઆરપીએફના 40થી વધારે જવાનો શહીદ થવાની ઘટનાથી ભૂપેન્દ્રસિંહની પત્ની ગભરાઇ ગયા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન