Dwarka , Gujarat Latest news : Fire in ship of Salaya port
  • Home
  • Featured
  • UAEના શારજ્હામાં ખાલિદ જેટી પર મોટી દુર્ઘટના, દેવભૂમિ દ્વારકાના સલાયા બંદરનું જહાજ સળગ્યું

UAEના શારજ્હામાં ખાલિદ જેટી પર મોટી દુર્ઘટના, દેવભૂમિ દ્વારકાના સલાયા બંદરનું જહાજ સળગ્યું

 | 12:06 pm IST

ગુજરાતના દ્વારકાના સલાયા બંદરે એક જહાજ સળગ્યું હોવાના અહેવાલ મળી રહ્યા છે. દ્ગારકાના સલાયા બંદરે UAEના શારજ્હામાં ખાલિદ જેટી પર જહાજમાં ભીષણ આગ લાગી હોવાની ઘટના સામે આવી હતી. નરે ફૈઝાન MNV 1703 નામના જહાજમાં આગ લાગતા હાજર લોકોમાં દોડધામ મચી ગઇ હતી.

આગ લાગવાનું સાચું કારણ જાણી શકાયું નથી, પરંતુ માલસમાન ભરતા સમયે આગ લાગી હોવાનું સામે આવ્યું છે. વિશાળકાય જહાજમાં આગ લાગતા અફડા તફડીનો માહોલ સર્જાયો હતો. દ્વારકાના સલાયા બંદરે બનેલી આ દુર્ઘટનામાં સદનસીબે કોઇ જાનહાનિ થઇ નહોતી.

આ વિશે મળતી માહિતી પ્રમાણે, દેવભૂમિ દ્વારકા જિલ્લાના સલાયા બંદરનું એક જહાજ આજે સળગ્યું હતું. યુએઈના સરજહાંની ખાલિદ જેટી પર અચાનક જ જહાજમાં ભીષણ આગ લાગી હતી. જેથી અફરા તફડીનો માહોલ સર્જાયો હતો. આ જહાજનું નામ નુરે ફૈજાન MNV 1703 નામનું જહાજ હતું, જે આગની જ્વાળાઓમાં લપેટાયું હતું. શારજ્હાંથી યમનના સિકોતર બંદર જવા માટેનો માલસામાન ભરતી આ ઘટના બની હતી.

સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થઇ નહોતી. જહાજ જાવીદ ભાયાનું માલિકીનું હોવાનું સામે આવ્યું છે. તમને જણાવી દઇએ કે, ગત વર્ષે પણ જાવીદનું જહાજ યમન ખાતે દરિયાના તોફાનના કારણે મધદરિયે જલસમાધી લીધી હતી, જેમાં 17 જેટલા ખલાસીઓ હજુ સુધી લાપતા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન