dwarka-mla-pabubha-manek-writ-in-supreme-court-hearing-on-22-april
  • Home
  • Election 2019
  • BJPના પબુભા માણેકે હાઈકોર્ટના ચુકાદાને SCમાં પડકાર્યો, જાણો ક્યારે થશે સુનાવણી

BJPના પબુભા માણેકે હાઈકોર્ટના ચુકાદાને SCમાં પડકાર્યો, જાણો ક્યારે થશે સુનાવણી

 | 1:34 pm IST

દ્વારકા વિધાનસભા 2017ની ચૂંટણીમાં વિજેતા રહેલા બીજેપીના પબુભા માણેકના ફોર્મમાં ભુલ હોવાના કારણે થયેલી રીટના કારણે ગુજરાત હાઈકોર્ટે દ્વારકા વિધાનસભાની 2017ની ચૂંટણી રદ કરવાનો આદેશ કર્યો હતો. આ મામલે પબુભાએ હાઈકોર્ટના ચુકાદાને પડકારતા સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે. જેની સુનાવણી 22મી એપ્રિલે હાથ ધરાશે.

મળતી માહિતી પ્રમાણે મેરામણ ગોરિયાએ પણ સુપ્રીમ કોર્ટમાં કેવિયેટ અરજી કરી છે. ચુકાદો આપતા પહેલા સુપ્રીમ કોર્ટ ગોરિયાને સાંભળશે.

કોગ્રેંસના મેરામણ ગોરિયા દ્વારા કરાવેલી ઈલેકશન પિટિશનમાં એવી રજૂઆત કરી હતી કે, દ્વારકા વિધાનસભા બેઠકની ૨૦૧૭ની ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર પબુભા માણેકે પોતાનું ઉમેદવારી પત્ર ભરતી વખતે ૧૧ નંબરના કોલમમાં વિધાનસભા મતવિસ્તાર દ્વારકા અને આ મતવિસ્તારનો ક્રમાંક ૮૨ લખવું પડે તે લખ્યું જ ન હતું. એટલે કે, ઉમેદવારે પોતે કયા મતવિસ્તારમાંથી ચૂંટણી લડી રહ્યા છે તેનો ઉલ્લેખ જ કર્યો ન હતો.

આમ પબુભા માણેકના ઉમેદવારી ફોર્મ ભરવામાં ગંભીર ક્ષતિ સામે આવી હતી. અરજદારપક્ષ દ્વારા આ વખતે જ તત્કાલીન ચૂંટણી અધિકારીનું તાત્કાલિક ધ્યાન દોરી પબુભા માણેકના ઉમેદવારી ફોર્મ રદ કરવા માંગણી કરાઈ હતી. ત્યારે અરજદારની રજૂઆત ધ્યાને લેવામાં આવી નહોતી. લોક પ્રતિનિધિત્વ ધારાની કલમ-૩૩ થી ૩૬ સાથે વાંચતા ઉમેદવારી ફોર્મમાં ઉમેદવારે વિધાનસભા મતક્ષેત્રનું નામ અને ક્રમાંક લખવો ફરજિયાત છે. વળી, સુપ્રીમ કોર્ટના સંબંધિત ચુકાદા મુજબ પણ જો ઉમેદવારી ફોર્મમાં ગંભીર ક્ષતિ હોય તો તેવા ઉમેદવારી ફોર્મ રદ કરવા પડે, પરંતુ તત્કાલીન ચૂંટણી અધિકારીએ અરજદારનો વાંધો સ્વીકાર્યો નહોતો.

હુકમ પર સ્ટેની પબુભાની માગ પણ ફગાવી  

કોર્ટમાં ચુકાદો જાહેર થયા બાદ પબુભા માણેકના વકીલ તરફથી આ સુપ્રીમમાં જવા સમય માટે આ હુકમ પર સ્ટેની માગ કરેલી. પરંતુ હાઈકોર્ટે આ માગ ફગાવતા નોંધ્યું હતું કે, પબુભાનું ઉમેદવારીપત્ર સ્વીકારવાનો નિર્ણય જ ગેરકાયદે અને સુપ્રીમ કોર્ટના બંધનકર્તા ચુકાદાની વિરુદ્ધનો હોવાથી સ્ટે ન મળી શકે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન