Dy cm nitil patel will present interim budget 2019 at vidhan sabha in gujarat
  • Home
  • Budget 2019
  • નાયબ મુખ્યમંત્રી રાજ્યનું વચગાળાનું બજેટ રજૂ કરશે, મોટાપાયે રાહતનો ધોધ વહે તેવી સંભાવના

નાયબ મુખ્યમંત્રી રાજ્યનું વચગાળાનું બજેટ રજૂ કરશે, મોટાપાયે રાહતનો ધોધ વહે તેવી સંભાવના

 | 10:58 am IST

આજે નાયબ મુખ્યમંત્રી ગુજરાત રાજ્યનું 4 મહિનાનું વચગાળાનું બજેટ રજૂ કરશે. ગુજરાત વિધાનસભા સત્રમાં વચગાળાનું અંદાજપત્ર રજૂ થશે. જેમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ વચગાળાનું અંદાજપત્ર રજૂ કરશે. વચગાળાના અંદાજપત્ર પહેલા એક કલાક પ્રશ્નોત્તરી થશે.

જેમાં સામાન્ય વહીવટ, ઉદ્યોગ, ગૃહ, શહેરી વિકાસ વિભાગની પ્રશ્નોત્તરી તથા શ્રમ, મહેસૂલ, રોજગાર, સામાજિક ન્યાય વિભાગની પ્રશ્નોત્તરી થશે. તથા વિવિધ બોર્ડ – કોર્પોરેશનના વાર્ષિક અહેવાલો ગૃહમાં રજૂ થશે. તેમજ 12 વાગ્યા બાદ નીતિન પટેલ ગૃહમાં અંદાજપત્ર રજૂ કરશે.

ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી અને નાણા મંત્રી એવા નીતિન પટેલ આજે વિધાનસભામાં ગુજરાત રાજ્યનું વચગાળાનું બજેટ રજુ કરશે. આ વર્ષે ટૂંક સમયમાં જ લોકસભાની ચૂંટણી આવતી હોવાને કારણે સરકારે પૂર્ણ બજેટના બદલે વચગાળાનું બજેટ રજૂ કરવાનો નિર્ણય લીધો હોવાનું જાણવા મળ્યું છે.

ચૂંટણી વર્ષ હોવાને કારણે કોઈ પણ પ્રકારના કરવેરામાં વધારો થવાની સંભાવના નહિંવત છે, સાથે જ યુવાનો, મહિલાઓ અને ખેડૂતો માટે આકર્ષક જાહેરાતો થાય તેવી સંભાવના છે.રાજ્ય વિધાનસભા સવારે 11 કલાકે શરૂ થવાની છે. પ્રથમ કલાક પ્રશ્નોત્તરી માટે રાખવામાં આવ્યો છે.

ત્યાર બાદ બપોરે 12.00 કલાકે નાણામંત્રી નીતિન પટેલ અંદાજપત્ર રજુ કરશે. આ બજેટમાં કેન્દ્રીય બજેટની જેમ મોટાપાયે રાહતનો ધોધ વહે તેવી સંભાવના છે. આ વચગાળાના બજેટ અંતર્ગત સરકાર ચાર મહિનાનો ખર્ચ મંજૂર કરાવી લેશે, ત્યારબાદ ચૂંટણી પછી સંપૂર્ણ બજેટ રજૂ કરવામાં આવશે. રાજ્યના નાણા વિભાગના સૂત્રોએ જણાવ્યું કે, ગુજરાતનું બજેટ જૂન અથવા જુલાઇ મહિનામાં રજૂ કરાશે.