Dy.CM nitin Patel says people not required pass for travel in state
  • Home
  • Ahmedabad
  • નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની મોટી જાહેરાત, કહ્યું- હવે રાજ્યમાં હેરફેર કરવા પાસની જરૂર નહીં પરંતુ…

નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની મોટી જાહેરાત, કહ્યું- હવે રાજ્યમાં હેરફેર કરવા પાસની જરૂર નહીં પરંતુ…

 | 2:13 pm IST

રાજ્ય સહિત આખા દેશમાં લોકડાઉન 4.0ની શરૂઆત થઈ ચૂકી છે. લોકડાઉનના ચોથા તબક્કાને લઈ રાજ્યની રૂપાણી સરકારે ગઈકાલે નવી ગાઇડલાઇન જાહેર કરી હતી. જેમાં રાજ્યમાં લોકડાઉન દરમિયાન ક્યા વિસ્તારમાં શું ચાલુ રહેશે અને શું નહીં તે અંગે માહિતી આપવામાં આવી હતી. જ્યારે હવે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું એક મોટું નિવેદન સામે આવ્યું છે.

માહિતી મુજબ નીતિન પટેલે કહ્યું કે હવે અરસપરસ જિલ્લામાં જવા માટે પાસની જરૂર નહીં પડે. કોઈ પણ નાગરિક વગર પાસે જઈ શકશે. જો કે, આ સાથે નીતિન પટેલે એમ પણ કહ્યું કે કન્ટેઇન્મેન્ટ ઝોનમાં જવા માટે હાલ છૂટ નહીં મળે. નીતિન પટેલે કહ્યું કે,‘કોઈ પણ નાગરિકને ગુજરાતમાં ક્યાં પણ હેરફેર કરવી હોય તો પાસ લેવાના રહેશે નહીં. પરંતુ કન્ટેઇન્મેન્ટ ઝોન જ્યાં જાહેર થયા છે એ વિસ્તારના નાગરિકો બહાર પણ નહીં નીકળી શકે અને કોઈ પણ નાગરિક બહારથી આવી કન્ટેઇન્મેન્ટ ઝોનમાં પ્રવેશ કરી શકશે નહીં.’

નીતિન પટેલની આ જાહેરાત બાદ હવે કન્ટેઇન્મેન્ટ ઝોન જે છે એ સિવાયના વિસ્તારમાં છૂટછાટ આપવામાં આવી છે. એક જિલ્લાથી બીજા જિલ્લામાં જવા માટે હવે નાગરિકોને કલેક્ટરના પાસની જરૂર નહીં પડે. પરંતુ કન્ટેઇન્મેન્ટ વિસ્તારમાંથી કોઈ પણ નાગરિક બહાર જઈ શકશે નહીં અને બહારનો કોઈ નાગરિક કન્ટેઇન્મેન્ટ ઝોનમાં પ્રવેશ કરી શકશે નહીં.

આ વીડિયો પણ જુઓ: સુરત- નોન કન્ટેઈન્મેન્ટ ઝોનમાં દુકાનો ખુલી

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન