Dy. Nitin Patel accidentally dies I will give 3 lakh
  • Home
  • Featured
  • ‘ડેપ્યૂટી CM નીતિન પટેલનો અકસ્માત થાય તો હું 3 લાખ આપીશ’

‘ડેપ્યૂટી CM નીતિન પટેલનો અકસ્માત થાય તો હું 3 લાખ આપીશ’

 | 10:55 am IST

રાજ્યના નાયબ સીએમ નીતિન પટેલે ખેડૂતલક્ષી જાહેરાત કરી હતી. તેનાથી હાલ સોશિયલ મીડિયામાં ખેડૂતોએ ભારે વિરોધ વ્યક્ત કરી રહ્યા છે. હાલ એક ખેડૂતે નીતિન પટેલની ખેડૂતલક્ષી જાહેરાત સામે સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ કર્યો છે, અને તે ખેડૂતે જાહેરાત કરી છે કે, ડે.CM નીતિન પટેલનો અકસ્માત થાય તો હું 3 લાખ આપીશ.

આ પણ વાંચો: પાલનપુરમાં ડેપ્યુટી CM નીતિન પટેલના હસ્તે બનાસ મેડિકલ કોલેજનું વિધિવત ઉદ્ઘાટન

ખેડૂતોએ વધુમાં કહ્યું હતું કે, આવી લલચામણી જાહેરાતો કરી ખેડૂતોને ભ્રમિત ના કરો, ખેડૂતોને જીવવા દો, અમારે કોઈ જાહેરાતોની જરૂર નથી. આ સિવાય આ જાગૃત ખેડૂતે સરકારની તમામ યોજનાઓનો એક વીડિયો પોસ્ટ કર્યો છે અને તેમાં સત્યતા ઉજાગર કરી છે.

આ પણ વાંચો: ખેડૂતના અકસ્માતે મોતના વળતરમાં વધારો, પાક વીમો ચૂકવવામાં દોષીત સામે લેવાશે પગલાં : નીતિન પટેલ

તમને જણાવી દઇએ કે, ગુજરાત સરકાર દ્વારા ખેડુતોને મળતી સહાયમાં વધારો કર્યો છે. રાજ્યના ડેપ્યૂટી સીએમે એક જાહેરાત કરીને કહ્યું કે, જે ખેડૂત અકસ્માતમાં મૃત્યુ થતા ખેડુતોને 1 લાખ રૂપિયાની જગ્યાએ 2 લાખ રૂપિયાની સહાય આપવામાં આવશે. જ્યારે અકસ્માતે ગંભીર ઇજા અથવા કોઇ અંગ ગુમાવે તો તેમને 50 હજારની જગ્યાએ 1 લાખની સહાય આપવામાં આવશે. આ ઉપરાંત ખેડુત ખાતેદારના પરિવારમાં કોઇપણ સભ્યનું અકસ્માતે મૃત્ય થાય તો 2 લાખ રૂપિયાની સહાય આપવામાં આવશે.