‘108ની ખાનગી હોસ્પિટલ સાથે છે કોઈ સાંઠગાંઠ?’ ખુલ્લી પડી ગઇ મનમાની, નીતિન પટેલે અધિકારીઓને ઝાટક્યા

રાજ્યમાં દીવાળી બાદ કોરોનાએ ઉથલો માર્યો છે. જેને લઇને તંત્ર સજાગ થઇ ગયું છે આ વચ્ચે DYCM નીતિન પટેલે 108ની સેવાની કામગીરીનો રિવ્યુ કર્યો હતો. જે બાદ નીતિન પટેલે 108ના અધિકારીઓની ઝાટકણી કાઢી છે. તે સિવાય ખાનગીમાં રિપોર્ટ કરાવતા દર્દીઓ મુદ્દે ઉધડો લીધો છે અને કહ્યું છે કે કેમ દર્દીઓને સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવતા નથી એવા સવાલો પણ કર્યા હતા.
DYCM નીતિન પટેલે જણાવ્યું હતું કે, કોરોનાના દર્દીઓને 108ની સેવા મળે છે. આ કામગીરીનું નિરીક્ષણ કરવા માટે કંટ્રોલરૂમની મુલાકાત લીધી હતી. દર્દીઓને ઝડપથી હોસ્પિટલમાં ખસેડી શકાય તે માટે અહીં કંટ્રોલરૂમ બનાવવામાં આવ્યો છે. અહીં 24 કલાક દેખરેખ રાખવામાં આવી રહી છે. કોરોના પોઝિટિવ આવ્યા બાદ દર્દીને કઈ હોસ્પિટલમાં મોકલવો તેના અંગે મૂંઝણવ થતી હતી. આ અંગે અહીંથી તમામ આયોજન થઈ રહ્યું છે. આ ઉપરાંત જે દર્દીને દાખલ કરવાની જરૂર ન હોય તેમને અહીંથી દવા અંગે માહિતી આપામાં આવે છે.
નીતિન પટેલ વધુમાં જણાવ્યું હતું કે, અહીં તમામ વ્યવસ્થા સુચારુ રીતે ચાલે તે માટે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર રાણાને તૈનાત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત કોઈ પણ દર્દીએ ખાનગી લેબમાં પોતાના રિપોર્ટ કરાવ્યો હોય તેમને પણ સરકારની 1200 બેડની હોસ્પિટલ તેમજ સરકારે જે હોસ્પિટલો કોરોના માટે રોકી છે તેમાં દાખલ કરવામાં આવશે. જો કોઈ દર્દી ખાનગી હોસ્પિટલમાં દાખલ હોય અને બિલ વધારે આવી રહ્યું હોય તે તેવા દર્દીઓને સરકારી હોસ્પિટલમાં દાખલ કરવા માટે શું કરવું તેનો નિર્ણય મુખ્યમંત્રી સાથે ચર્ચા કરીને વિચારણા કરવામાં આવશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન