E-commerce companies will provide discount offer on republic Day
  • Home
  • Featured
  • ગણતંત્ર દિવસની ઉજવણી નિમિત્તે ઈ-કોમર્સ કંપનીઓ આપશે ધમાકેદાર ડિસ્કાઉન્ટ ઓફર

ગણતંત્ર દિવસની ઉજવણી નિમિત્તે ઈ-કોમર્સ કંપનીઓ આપશે ધમાકેદાર ડિસ્કાઉન્ટ ઓફર

 | 7:49 pm IST

ગણતંત્ર દિવસના ઉજવણી નિમિત્તે ઇ-કોમર્સ કંપનીઓ ગ્રાહકોને આકર્ષવા માટે ધમાકેદાર સેલ શરૂ કરવાની તૈયારીમાં છે. રિપોર્ટ મુજબ એમેઝોન 20થી 23મી જાન્યુઆરી સુધી ‘ગ્રેટ ઈન્ડિયન સેલ’નું આયોજન કરશે. જ્યારે તેની હરીફ કંપની ફ્લિપકાર્ટ 20થી 22મી જાન્યુઆરી સુધી ‘રિપબ્લિક ડે સેલ’નું આયોજન કરશે. આજ રીતે પેટીએમ પણ તેના ગ્રાહકોને ડિસ્કાઉન્ટ ઓફર આપવા માટે પેટીએમ મોલ પર ‘રિપબ્લિક ડે સેલ’ 21મીથી 26મી જાન્યુઆરી સુધી ચાલુ રાખશે.

જો તમે સ્માર્ટફોન લેવાનું વિચારી રહ્યાં છો તો તમારા માટે આ એક સારી તક છે. તમે ઉપરોક્ત ઓફર દરમિયાન સારા ડિસ્કાઉન્ટ સાથે પ્રોડક્ટની ખરીદી કરી શકો છો. રિપોર્ટ મુજબ પેટીએમ મોલ પર ઓફર દરમિયાન ગ્રાહક વીવો વી 11 સ્માર્ટફોનનો 64 GB વેરિયંટ લગભગ 24,690 રૂપિયા સુધી ખરીદી શકશે. જ્યારે વીવો વી 9 પર આશરે 27 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ મળશે. ઉપરાંત નેક્સ સ્માર્ટફોન પર પેટીએમ 2000 રૂપિયા સુધીનું ડિસકાઉન્ટ આપે એવી વકી છે.

બીજી તરફ ફ્લિપકાર્ટ પણ વિવિધ કંપનીઓના સ્માર્ટફોન પર ડિસ્કાઉન્ટ ઓફર ગ્રાહકોને આપશે. રિપોર્ટ મુજબ ફ્લિપકાર્ટ પર ગ્રાહક સેલ દરમિયાન રિયલમી પ્રો 2 લગભગ રૂ.12,990 સુધી ખરીદી શકશે. જ્યારે રેડમી નોટ 6પ્રો રૂ.12,999 સુધીમાં મળી શકશે. આ સિવાય ફ્લિપકાર્ટ પર સેમસંગ ગેલેક્સી એસ8ને રૂ.30,990 સુધીમાં ખરીદી શકાશે અને ગેલેક્સી ઓન 6 સ્માર્ટફોન લોકોને રૂ.9,999 સુધીમાં મળશે.

ઉપરાંત ફ્લિપકાર્ટ, હોનર કંપનીનો તાજેતરમાં લોન્ચ થયેલ હોનર 10 લાઇટ પણ ગ્રાહકોને ડિસ્કાઉન્ટ સાથે ઉપલબ્ધ કરાવશે. જે લગભગ રૂ.13,999 સુધીમાં ખરીદી શકાશે. આ સિવાય ફ્લિપકાર્ટ શાઓમી, ઓપ્પો, નોકિયા અને ગૂગલના પ્રોડક્ટ પર પણ ભારે ડિકાઉન્ટ આપશે એવા અહેવાલ છે.

એમેજોનની વાત કરીએ તો રિપોર્ટ મુજબ કંપની સેલ દરમિયાન રેડમી Y2 પર 1000 રૂપિયા સુધીનો ડિસ્કાઉન્ટ આપી શકે છે. જ્યારે રિયલમી U1 25 મેગાપિક્સલવાળા સ્માર્ટફોન પર લગભગ રૂ.1000 અને હોનર 8X પર 2000 રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ ઓફર આપશે. આ સિવાય એમેઝોન પર ઓફર દરમિયાન ગ્રાહકોને વીવો, ઓપ્પો અને એમઆઈના પ્રોડક્ટ્સ પર પણ ભારે ડિસ્કાઉન્ટ મળશે.