e-commerce-company-alibaba-chief-jack-ma-will-retire-on-this-special-day
  • Home
  • Business
  • ઈ કોમર્સ કંપની અલીબાબાના કો-ફાઉન્ડર જૈક મા આ ખાસ દિવસે નિવૃત્ત થશે

ઈ કોમર્સ કંપની અલીબાબાના કો-ફાઉન્ડર જૈક મા આ ખાસ દિવસે નિવૃત્ત થશે

 | 1:29 pm IST

ચીનની વિશાળકાયા ધરાવતી દિગ્ગજ ઈ કોમર્સ કંપની અલીબાબાના કો-ફાઉન્ડર જૈક માએ રિટાયર્ડ થવાની જાહેરાત કરી છે. સોમવારે તેમના જન્મદિવસે કંપનીને અલવીદા કરી દેશે. કંપની અલીબાબા શરૂ કરી તે પહેલા જૈક મા એક શિક્ષક હતા. નિવૃત્તી બાદ તેઓ ફરી શિક્ષણ ક્ષેત્રમાં જોડાશે. એક શિક્ષકથી એશિયાના ધનાઢ્ય માણસ તરીકેની તેમની સફર ખુબજ પ્રેરણાત્મક છે.

સામાન્ય પરિવારમાં વીત્યુ બચપન

જૈક માનું બચપન ખુબજ સામાન્ય પરિવારમાં થયો હતો. તેમના-માતા પિતા ખુબજ ઓછુ ભણેલા હતા. ગરીબાઈ સામે લડતા તેમણે અભ્યાસ કર્યો હતો. આજે સમગ્ર દુનિયા તેમની સુજબુજને સલામ કરે છે પણ એક સમય એવો પણ હતો કે 30 કંપનીઓએ તેમને નોકરી પર રાખવા નનૈયો ભણ્યો હતો.KFCમાં પણ તમણે અરજી કરી હતી જ્યા તેમને નોકરી મળી ન હતી.

જે કોલેજમાં અભ્યાસ કર્યો તે જ કોલેજમાં પ્રોફેસર તરીકે કામ કરતા જૈક મા ઈન્ટરનેટના સંપર્કમાં આવતા જ તેમને લાગ્યુ કે ફક્ત ચીન નહી દુનિયા બદલવાની તાકાત તેમની પાસે છે.ઓનલાઈન વેપાર કરવાનો વિચાર આવતા ઉધાર પૈસા લઈને તેમણે અલીબાબાની શરૂઆત કરી હતી.17 લોકો સાથે મળી તેમણે કંપની સ્થાપી હતી આજે સમગ્ર દુનિયામાં તેનું નામ છે.

બે દશકામાં તો અલીબાબાએ 420.8 અરબ ડૉલર એટલે કે 30,284 અરબ રૂપિયાની કિંમત મેળવી લીધી.જૈક મા ચીનના સૌથી અમીર વ્યક્તિ છે. ફોર્બ્સ અનુસાર તેમની સંપત્તિ 36.6 બિલિયન ડૉલર છે. જૈક માની ચીનમાં પૂજા કરવામાં આવે છે. લોકો તેમને પ્રેરણાત્મક માને છે.

નિવૃત્તી માટે જૈક માએ ખાસ દિવસની પસંદગી કરી છે. સોમવારે તેમના 54માં જન્મદિવસે તેઓ નિવૃત્ત થશે. 10 સપ્ટેમ્બરે ચીનમાં શિક્ષક દિવસ મનાવવામાં આવે છે. આ ખાસ દિવસે તેઔ નિવૃત્ત થશે.