37 ટકા ભારતીયોની ફરિયાદ: ઈ કોમર્સ સ્નૈપડીલે સૌથી વધારે નકલી પ્રોડક્ટ મોકલી - Sandesh
  • Home
  • Business
  • 37 ટકા ભારતીયોની ફરિયાદ: ઈ કોમર્સ સ્નૈપડીલે સૌથી વધારે નકલી પ્રોડક્ટ મોકલી

37 ટકા ભારતીયોની ફરિયાદ: ઈ કોમર્સ સ્નૈપડીલે સૌથી વધારે નકલી પ્રોડક્ટ મોકલી

 | 5:23 pm IST

એક સરવે અનુસાર 37 ટકા ભારતીયોએ એવો અભિપ્રાય આપ્યો છે કે ઈ કોમર્સ વેબસાઇટ સ્નૈપડીલે છેલ્લા છ મહિનામાં સૌથી વધારે નકલી પ્રોડક્સ મોકલી છે. તહેવારોની સિઝનમાં ઈ કોમર્સ વેબસાઈટ પર અપાનારી લોભામણી ઓફર અને કૈશબેકને કારણે લોકો મનમૂકીને ખરીદી કરતાં હોય છે અને ક્યારેક ગ્રાહકોને છેતરવાનો પણ વારો આવતો હોય છે.

37 ટકા લોકોએ કહ્યું છે કે ઓનલાઇન ખરીદી માટે એમેઝોન અને ફ્લિપકાર્ટ જેવી વેબસાઇટ સૌથી વધારે સુરક્ષિત છે. 22 ટકા લોકોએ ફ્લિપકાર્ટ પરથી તો 20 ટકા લોકોએ એમેઝોન પરથી તેમની જોઈતી ચીજવસ્તુઓ મગાવી હતી. દરેક પાંચ ભારતીયમાંથી એક ભારતીયે કહ્યું કે ઈ કોમર્સ કંપનીઓએ અમારી ઠગાઈ કરી છે. કુલ 7,943 લોકો પર સરવે કરવામાં આવ્યો હતો જેમાંથી આ તારણ નીકળ્યું છે.

તહેવારો ટાણે જાતજાતની ઓફરોને કારણે લોકો આડેધડ ખરીદી કરતાં હોય છે અને તેમાં છેતરવાનો વારો આવે છે. 19 ટકા લોકોએ વિવિધ ઈ કોમર્સ વેબસાઇટો પરથી નકલી સામાન મળ્યાંની ફરિયાદ કરી હતી. તહેવારો ટાણે આવી કંપનીઓ કરોડો રૃપિયાનો સામાન વેચતી હોય છે જોકે તેમાં ગ્રાહકોને ઓરિજિનલ સામાન મળશે કે નહીં તેની કોઈ ગેરંટી હોતી નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન