કાનની બુટનો આકાર કહે છે સ્વભાવ-આયુષ્યના ભેદ - Sandesh
NIFTY 11,435.10 +79.35  |  SENSEX 37,852.00 +207.10  |  USD 69.8950 -0.04
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Supplements
  • Nakshatra
  • કાનની બુટનો આકાર કહે છે સ્વભાવ-આયુષ્યના ભેદ

કાનની બુટનો આકાર કહે છે સ્વભાવ-આયુષ્યના ભેદ

 | 2:51 am IST

વ્યક્તિ પરત્વે સ્વભાવ બદલાતા હોય છે. ચહેરા પરથી વ્યક્તિના સ્વભાવ તેમજ ભવિષ્ય માટે કાનનું પણ ઘણું જ મહત્ત્વ આંકવામાં આવ્યું છે. કાનમાં પહેરેલા ઝુમકાને લીધે સ્ત્રીનો ચહેરો આકર્ષક દેખાય છે. આપણી સંસ્કૃતિમાં બાળપણમાં જ કાન વીંધાવાય છે.

કાન પાંચ જ્ઞાાનેન્દ્રિયમાંથી એક ઈંદ્રિય છે. ચારે તરફ્થી આવતા અવાજો આપણા કાનમાં અથડાતા હોય છે. પણ માનવીની સાંભળવાની શક્તિમાં પણ મર્યાદા છે. અમુક મર્યાદા પછી માનવી અવાજ નથી સાંભળી શકતા. સાંભળવાની શક્તિ જેની જાગૃત થઈ હોય એ બહુ દૂર દૂરના પણ અવાજ સાંભળી શકે છે. ૧) કાનનું કુંડળ ક્ષેત્ર, ર) છિંક ક્ષેત્ર, ૩) બુટી એમ કાનના ત્રણ વિભાગ હોય છે.

જે વ્યક્તિના કાન સરળ પ્રમાણમાં, સુઘડ દેખાવડા તેમજ માંસલ હોય તેને સારા ગણવામાં આવે છે. આ સ્ત્રીઓથી સારું એવું સુખ અનુભવાય છે. આ સ્ત્રીઓ બહુ સરળ હોય છે. અને એ કારણથી ઘણી વખત અવરોધાયેલા કાર્યો સરળ બનતા હોય છે. આ કાન ધરાવતી સ્ત્રીઓ સંગીતપ્રિય હોય છે. આ સ્ત્રીને બચપનમાં મળેલા સંસ્કારના કારણે તે ઘડાઈ ગઈ હોય છે. એનામાં એ પણ વિશેષતા જોવા મળે છે કે ગમે તેવા નવા અને અજાણ્યા વાતાવરણમાં પણ પોતાનું સ્થાન સારી રીતે જમાવી શકે છે.

સામાન્ય રીતે સ્ત્રીઓના કાન સાધારણ પહોળા, સરખા, દેખાવમાં સુંદર તેમ જ લાંબા હોય તેવી સ્ત્રીઓને સૌભાગ્યશાળી ગણવામાં આવે છે.

જે વ્યક્તિના કાન ચહેરાના પ્રમાણમાં ઘણા જ નાના હોય તેઓ ખૂબ જ કુપણ સ્વભાવની હોય છે. આવી વ્યક્તિ પાસેથી પૈસા કઢાવવા ગમે તેટલી યુક્તિ વાપરશો તો તે વ્યર્થ સાબિત થશે.

જે સ્ત્રીના કાનમાં રુંવાટી વધારે હોય તેમ જ તેના કાનનું છિદ્ર બહુ જ નાનું હોય તેને કુટિલ ગણવામાં આવી છે.

જે વ્યક્તિના કાન ઉપર વાળ ઊગેલા હોય તેઓ સામાજિક બાબતમાં રસ લેનારા હોય છે.

જે વ્યક્તિના કાન હાથી જેવા હોય તેઓ ખૂબ જ વિશાળ શક્તિ, દૂરંદેશી તેમ જ સત્તાધિકાર સૂચવે છે.

જે સ્ત્રીઓના કાન અને તેના ઉપરનો ભાગ આંખના સમાંતરે હોય તેવી સ્ત્રી ખૂબ જ ઉતાવળિયા સ્વભાવ ધરાવતી હોય છે. ઉતાવળિયા સ્વભાવના કારણે આવી સ્ત્રીઓને સહન પણ કરવું પડે છે. આના વિચારો પ્રતિક્ષણે બદલાતા જ હોય છે. આ પ્રકારનો કાન ધરાવતી સ્ત્રીઓનો સ્વભાવ ઉતાવળિયો હોય છે.

જે લોકોના કાન ગોળ હોય છે તેવી વ્યક્તિઓ ધંધામાં બિલકુલ પ્રમાણિક હોતી નથી. આવી વ્યક્તિ સાથેનો ધંધાદારી સંબંધ તમારા નામને ક્યારે ખોરંભે ચડાવી દેશે તેનો નિર્ણય લગભગ અશક્ય છે. આવી વ્યક્તિઓથી ખૂબ જ દૂર રહેવું.

જે વ્યક્તિના કાન માથાના પ્રમાણમાં સારા અને મોટા હોય તેઓ દૃઢ સ્વભાવના હોય છે. આવી વ્યક્તિઓ ધારેલા કોઈપણ કાર્યને પૂર્ણ કરીને જંપતી હોય છે. બંને કાનમાં જે વ્યક્તિનો જમણો કાન સાધારણ મોટો હોય તેને શુભ સૂચક ગણવામાં આવે છે. આવો કાન ધરાવનાર વ્યક્તિ પ્રમાણિક તેમ જ સારો સ્વભાવ અને અન્યને ઉપયોગી થવાનો ગુણ ધરાવતી હોય છે.

જે વ્યક્તિના કાન પર વાળ હોય તેમની પાસે આર્થિક સંપત્તિ સારી હોય છે, પરંતુ જો આ વાળ ખૂબ જ લાંબા હોય તો તેઓના મોભા પ્રમાણે દ્રવ્ય ઓછું જોવામાં આવે છે. તેઓ સામાજિક કાર્યોમાં વધારે રસ લેતા હોઈ એ ક્ષેત્રમાં આગળ વધે છે અને માન-પ્રતિષ્ઠા પણ મેળવે છે.

જે વ્યક્તિના કાન નાજુક હોય તેઓ વાતવાતમાં ગુસ્સે થઈ જવાનો સ્વભાવ ધરાવતા હોય છે. અને જ્યારે તે ગુસ્સામાં હોય છે. ત્યારે તેનો ચહેરો અને કાન પણ લાલ થઈ જતા હોય છે.

જે વ્યક્તિની કાનની બુટી વધુ લબડતી અને ભરાવદાર તેમ જ કાનને સુંદર બનાવતી હોય તેઓ લાંબુ આયુષ્ય ભોગવે છે.

જે સ્ત્રીઓના કાન ચપટ હોય તેવી સ્ત્રીઓનો સ્વભાવ કંઈક અંશે ભોળો હોય છે. આવી સ્ત્રી ખાવાપીવાની શોખીન હોય છે. બહારથી લાગણીપ્રધાન દેખાતી હોવા છતાં અંદરથી પેક હોય છે.