Earns in Million via Using TikTok App
  • Home
  • Featured
  • TikTok પર વીડિયો બનાવીને કમાઈ શકો છો લાખો રૂપિયા, આ છે કમાણીનો ખાસ ફંડા

TikTok પર વીડિયો બનાવીને કમાઈ શકો છો લાખો રૂપિયા, આ છે કમાણીનો ખાસ ફંડા

 | 3:29 pm IST

સોશિયલ મીડિયા પર ટિકટોકનો ક્રેઝ વધતો જાય છે. જો કે, આ એપ મારફતે લોકો ફેમસ તો થઈ રહ્યા છે, પણ આ સાથે તે ઈન્ટરનેટનું સારું એવું પ્લેટફોર્મ પણ બની ચૂક્યું છે. અને એ જ કારણ છે કે ટિકટોક એપને લોકો પસંદ કરી રહ્યા છે. જો કે, હવે આ એપ મારફતે લોકોને કમાણીનો મોકો પણ મળી રહ્યો છે.

હવે અનેક મોટી કંપનીઓ કે બ્રાન્ડ્સ ટિકટોક પ્લેટફોર્મ સાથે જોડાઈને યુઝર્સને કમાણીનો મોકો આપી રહી છે. હાલમાં જ મોબાઈલ ફોન બ્રાન્ડ itelએ ટીકટોક પર એક અભિયાન શરૂ કર્યું હતું. આ અભિયાન હેઠળ ટિકટોક યુઝર્સને જરૂર ટેગનો ઉપયોગ કરતાં itel માટે બનાવેલાં સોન્ગ પર પર્ફોર્મ કરીને વીડિયો અપલોડ કરવાનો હતો. તેના બદલામાં આઈટેલે યુઝર્સને પૈસા પણ આપ્યા છે. આ પ્રકારે Amazfit, Moov અને Bingo જેવી કંપનીઓ કે બ્રાન્ડ અલગ-અલગ અભિયાન હેઠળ યુઝર્સને કમાણીનો મોકો આપી રહી છે.

જો કે, કમાણી કરવા માટે ટિકટોક યુઝર્સનાં ફોલોઅર્સની સંખ્યા વધારે હોવી જોઈએ. અને તે બાદ જ કોઈ કંપની પોતાના બ્રાન્ડનો પ્રચાર કરવા માટે ટિકટોક યુઝર્સનો સંપર્ક કરે છે. જુદી જુદી કંપનીઓ પોતાની બ્રાન્ડનાં પ્રમોશન માટે જે યુઝર્સનાં ફોલોઅર્સ વધારે હોય તેનો સંપર્ક કરીને પોતાની બ્રાન્ડ માટે પ્રમોશનલ વીડિયો બનાવી અપલોડ કરવા કહે છે. જેના બદલમાં યુઝર્સને મસમોટી રકમ મળે છે.

જણાવી દઈએ કે, ટિકટોક એપનાં દુનિયાભરમાં 1.5 અરબથી પણ વધારે યુઝર્સ છે. અને ભારતમાં આ એપ ખાસ્સી એવી લોકપ્રિય છે. અને દુનિયાભરમાં આ એપ યુઝ કરતાં લોકોમાં ભારત સૌથી પહેલા સ્થાને છે. ભારતમાં 27.76 કરોડ લોકોએ આ એપને ડાઉનલોડ કરી છે.

આ વીડિયો પણ જુઓઃ

સિટી અને BRTS બસના અકસ્માતનો મામલો

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન