જાપાનમાં 6.2 તીવ્રતાનો ભૂકંપ - Sandesh
  • Home
  • World
  • જાપાનમાં 6.2 તીવ્રતાનો ભૂકંપ

જાપાનમાં 6.2 તીવ્રતાનો ભૂકંપ

 | 11:12 pm IST

અમેરિકી ભૂસ્તરીય સંસ્થાને જણાવ્યા મુજબ શુક્રવારે પશ્રિમ જાપાનમાં 6.2ની તીવ્રતાના ભૂકંપનો અહેસાસ થયો હતો પરંતુ ભૂકંપને પગલે સુનામીનું જોખમ નથી.

તોત્તોરી પરગણામાં રાતે બે વાગ્યાના સુમારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપને પગલે યુરિહામા નગરમાં ઇમારત તૂટી પડી હતી.તો એક સ્થાને આગ લાગી હતી.કુરાયોશી શહેરમાં અગ્નિશમન દળને કેટલાક લોકોને ઇજા પહોંચી હોવાના ફોન મળ્યા હતા. ટીવી દૃશ્યો કહે છે કે વિસ્તારમાં ભૂકંપને પગલે ઘણુંબધું હચમચી ગયું હતું.

સ્થાનિક અધિકારી સુમિનોરી સાકિનાડાએ જણાવ્યું હતું કે વર્ષ દરમિયાનનો સૌથી શક્તિશાળી ભૂકંપનો આંચકો અનુભવાયો હતો.પરંતુ કોઇ મોટું નુકસાન પહોંચ્યું હોય તેવું જોવા મળતું નથી. ભૂકંપને કારણે વીજપુરવઠો ખોરવાઇ જતાં 40,000 મકાનોમાં અંધારપટ છવાઇ ગયો હતો. મેટ્રો સેવાને સ્થગિત કરવામાં આવી હતી.હકીકતે ઇમારતોની રચના પર પૂરું ધ્યાન અપાયું હોવાથી નુકસાન ખાળી શકાયું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન