દિલ્હી સહિત યૂપી-ઉત્તરાખંડમાં આવ્યો ભૂકંપ, 10 થી 12 સેકન્ડ રહ્યો પ્રભાવ - Sandesh
NIFTY 10,821.85 +80.75  |  SENSEX 35,689.60 +257.21  |  USD 67.8350 -0.15
1.6M
1M
1.7M
APPS
  • Home
  • India
  • દિલ્હી સહિત યૂપી-ઉત્તરાખંડમાં આવ્યો ભૂકંપ, 10 થી 12 સેકન્ડ રહ્યો પ્રભાવ

દિલ્હી સહિત યૂપી-ઉત્તરાખંડમાં આવ્યો ભૂકંપ, 10 થી 12 સેકન્ડ રહ્યો પ્રભાવ

 | 9:14 pm IST

દિલ્હી એનસીઆર અને ઉત્તરાખંડનાં ઘણા વિસ્તારોમાં બુધવારની રાત્રે ભૂકંપનાં ઝટકા અનુભવાયા છે. લગભગ રાત્રે 8 વાગીને 50 મિનિટ પર ભૂકંપનાં ઝટકાઓ અનુભવાયા છે. રિએક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 5.5 માપવામાં આવી છે. ઉત્તરાખંડ સહિત બીજા રાજ્યોમાં પણ ભૂકંપનાં ઝટકા અનુભવાયા છે. ઉતરાખંડમા 10 સેકન્ડ સુધી ભૂકંપનો અનુભવ થયો. બાગેશ્વર અને રુદ્રપ્રયાગમાં ભારે આંચકાના સમાચાર આવી રહ્યા છે.

ભૂકંપનું કેન્દ્ર બિંદુ ઋષિકેશથી 90 કિલોમિટર રૂદ્રપ્રયાગમાં ધરતીથી 30 કિલોમીટર અંદર ભૂકંપનું કેન્દ્ર માનવામાં આવી રહ્યુ છું.  હિમાચલમાં પણ ભૂકંપનાં ઝટકા આવ્યા છે. ઉત્તરાખંડ સહિત બીજા રાજ્યોમાં પણ ભૂકંપનાં ઝટકા અનુભવાયા છે.

મળતી માહિતી પ્રમાણે 10 થી 12 સેકન્ડ સુધી ભૂકંપનો પ્રભાવ રહ્યો. ભારતીય સમય અનુસાર 8.50 વાગે ભૂકંપનાં ઝટકા અનુભવાયા છે. પંજાબ અને ઉત્તર પ્રદેશમાં ભૂકંપનાં ઝટકાના પણ સમાચાર આવી રહ્યા છે. ભૂકંપનાં કારણે હાલમા કોઇ જાનમાલને નુક્શાન થયાની જાણકારી નથી મળી રહી. દિલ્હી મેટ્રો તરફથી કહેવામા આવ્યુ છે કે ભૂકંપની તીવ્રતા ઓછી હોવાના કારણે બધુ જ સામાન્ય છે.