Earthquake measuring 5.5 on the Richter scale hits parts of Assam
  • Home
  • Featured
  • 5.4ની તીવ્રતાનો ભૂકંપ આવતા નૉર્થ-ઇસ્ટ હચમચી ગયું, લોકો ઘરની બહાર દોડી આવ્યા

5.4ની તીવ્રતાનો ભૂકંપ આવતા નૉર્થ-ઇસ્ટ હચમચી ગયું, લોકો ઘરની બહાર દોડી આવ્યા

 | 10:54 am IST

બિહાર, પશ્ચિમ બંગાળ અને પૂર્વોત્તર ભારતના કેટલાંક ભાગમાં બુધવારે સવારે ભૂંકપના જોરદાર ઝાટકા અનુભવાયા. ભૂકંપની તીવ્રતા 5.5 રિકટર સ્કેલ પર બતાવાય રહી છે. જો કે હજુ સુધી કોઇપણ પ્રકારની જાનહાનિ કે નુકસાનીના સમાચાર નથી.  25 થી 30 સેકન્ડ સુધી ભૂકંપનો આંચકો અનુભવાયો હતો.

ભૂકંપનું કેન્દ્રબિંદુ બાંગ્લાદેશનું રંગપુર કહેવાય છે. સવારે 10.15 વાગ્યે અંદાજે ભૂકંપના ઝાટકા અનુભવાયા. તેની અસર બિહારના પૂર્ણિયા, અરરિયા, કટિહર. કૂચબિહાર, કિશનગંજ અને પટનામાં જોવા મળી. જ્યારે પશ્ચિમ બંગાળના જલપાઇગુડી અને બીજા કેટલાંક ભાગમાં આંચકા અનુભવાયા. ઘરોમાં પંખા હલવા લાગતા લોકો ખુલ્લા મેદાનની તરફ દોડવા લાગ્યા હતા.

ભૂકંપનું કેન્દ્રબિંદુ બાંગ્લાદેશનું રંગપુર કહેવાય છે. સવારે 10.15 વાગ્યે અંદાજે ભૂકંપના ઝાટકા અનુભવાયા. તેની અસર બિહારના પૂર્ણિયા, અરરિયા, કટિહર. કૂચબિહાર, કિશનગંજ અને પટનામાં જોવા મળી. જ્યારે પશ્ચિમ બંગાળના જલપાઇગુડી અને બીજા કેટલાંક ભાગમાં આંચકા અનુભવાયા. ઘરોમાં પંખા હલવા લાગતા લોકો ખુલ્લા મેદાનની તરફ દોડવા લાગ્યા હતા. ભૂકંપ બિહાર, પશ્ચિમ બંગાળ, સિક્કિમ, અરૂણાચલ પ્રદેશ અને અસમમાં મહેસૂસ થયો.

આ જ રીતે અસમ, નાગાલેન્ડ, મણિપુરમાં પણ ભૂકંપના જોરદાર ઝાટકા આવ્યા. આની પહેલાં બુધવારના રોજ જમ્મુ-કાશ્મીર અને હરિયાણામાં બુધવારના રોજ ભૂકંપના ઝાટકા મહેસૂસ કર્યો હતો. કાશ્મીરમાં ભૂકંપની તીવ્રતા 4.6 હતી. ભૂકંપના લીધે કોઇપણ પ્રકારના જીવલેણના નુકસાનની સમાચાર નથી. કાશ્મીરમાં સવારે સવા પાંચ વાગ્યે ભૂકંપ આવ્યા અને તેની થોડીકવાર પછી પોણા છ વાગ્યે હરિયાણના ઝજ્જર જિલ્લામાં 3.1ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો.

ભૂકંપથી આ રાજ્યો હલી ગયા
પશ્ચિમ બંગાળ, બિહાર, અસમ, અરૂણાચલ પ્રદેશ, મણિપુર, નાગાલેન્ડ અને સિક્કિમ

બિહારના આ શહેરોમાં ભૂકંપ
બિહારના કિશનગંજ, પૂર્ણિયા અને કટિહારમાં ભૂકંપના ઝાટકા અનુભવાયા છે. આ સિવાય કુચબિહાર, દાર્જિલિંગ, જલપાઇગુડીમાં પણ ભૂકંપના આંચકા મહેસૂસ થયા છે.