Earthquake Tremors Felt In Rajkot, Gujarat
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • સૌરાષ્ટ્રમાં ભૂકંપનો તીવ્ર આંચકો, લોકો ઘરની બહાર દોડી ગયા, રૂપાણીએ સ્થિતિની ભાળ મેળવી

સૌરાષ્ટ્રમાં ભૂકંપનો તીવ્ર આંચકો, લોકો ઘરની બહાર દોડી ગયા, રૂપાણીએ સ્થિતિની ભાળ મેળવી

 | 7:50 am IST
  • Share

સૌરાષ્ટ્રના અલગ-અલગ શહેરોમાં વહેલી સવારે ભૂકંપના આંચકા અનુભવાતા લોકોમાં ડરનો માહોલ છવાઇ ગયો હતો. રાજકોટ, ગોંડલ, કાલાવડ, અમરેલી, ચોટીલા, જસદણ સહિતના વિસ્તારોમાં ભૂકંપ આવતા લોકો ફફડી ગયા હતા. રાજકોટમાં સવારે 7.40 મિનિટની આસપાસ ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. લગભગ 3થી 4 સેકન્ડ સુધી 4.8ની તીવ્રતાનો ભુકંપનો આંચકો અનુભવાતા સ્થાનિક લોકોએ બૂમાબૂમ કરી મૂકી હતી. એક મહિનામાં રાજકોટમાં બીજી વખત ધરા ધ્રુજીની માહિતી મળી છે. ભૂકંપથી ધરા ધ્રુજતા લોકો ઘર તેમજ પોતાની દુકાનોની બહાર આવી ગયા હતા. રાજકોટથી 22 કિલોમીટર દક્ષિણ-પશ્ચિમ દૂર ભૂકંપનું કેન્દ્ર બિંદુ છે. રાજકોટમાં કોઇ જગ્યા પર નુકસાની ન થઈ હોવાની જિલ્લા વિકાસ અધિકારીએ માહિતી આપી છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ તાત્કાલિક સૌરાષ્ટ્રના કલેકટર સાથે વાત કરી સ્થિતિનો તાગ મેળવ્યો હતો.

મુખ્યમંત્રીએ આ જિલ્લાઓમાં છેવાડાના ગામો સુધી પણ આ ભૂકંપના આંચકાઓને કારણે જો કોઈ નુકસાન થયું હોય તો તેની વિગતો મેળવીને સત્વરે યોગ્ય કાર્યવાહી કરવાની સૂચનાઓ પણ કલેકટરોને આપી હતી.

સુરેન્દ્રનગરના સાયલા, ચોટલી, અમરેલી, કાલાવડ, લોધિકા, ગોંડલ, કોટડાસાંગણી વગેરે જગ્યાએ આંચકા અનુભવાયા છે. જસદણમાં પણ ધરતીકંપનો આંચકો અનુભવાતા લોકો શેરીમાંથી અને દુકાનમાંથી બહાર નીકળી ગયા હતા. અવાજ સાથે ધરતીકંપનો આંચકો અનુભવાયો હતો જેનાથી આજુબાજુ ગ્રામ્ય વિસ્તારોમાં પણ ભયનો માહોલ જોવા મળ્યો હતો. જેતપુર તથા વીરપુરમાં પણ ધરતી કંપનો આંચકો અનુભવાયો હતો. સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં ભૂકંપના આંચકાથી ભયનો માહોલ વ્યાપી ગયો છે. 

આ વીડિયો પણ જુઓ : રાજકોટમાં 4.8ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો